સુરત: ઘોડદોડ રોડ પર સિટી બસ મા અચાનક લાગી આગ ! આગ લાગવાથી…

સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા રંગીલા પાર્ક પાસે અચાનક સીટી બસમાં આગ લાગતા ડ્રાઇવરના સમયસૂચકતાને કારણે પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો.

સુરત: શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા રંગીલા પાર્ક પાસે શુક્રવારે બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ બ્લુ કલરની સીટી બસમાં અચાનક આગ લાગતા બસના ડ્રાઈવર દ્વારા સમયસૂચકતાને ધ્યાનમાં લેતા તરત જ તમામ પ્રવાસીઓને બસ નીચે ઉતારી દેવામાં આવ્યા હતા તથા ડ્રાઇવર દ્વારા તરત પરિવારને જાણ કરતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગમાં કોઇ પ્રકારની જાનહાનિ થઈ નહોતી

શોર્ટસર્કિટ થવાને કારણે આગ લાગી હતીઆગ લગતા પ્રવાસીઓ તથા ડ્રાઈવર બસના નીચે ઉતરી ગયા હતા. જે બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ આવે તે પહેલા આખી બસને આગે પોતાના ઝપેટમાં લઇ લીધી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. સૂત્રોની માહિતી અનુસાર બસમાં શોર્ટસર્કિટ થવાને કારણે આગ લાગી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા  રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *