સુરત મા એક લુંટ ની ઘટના બની જેમા 12000 ની લુંટ તો કરી સાથે…

સુરતના પાંડેસરાના મણીનગરમાં મધરાત્રે ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘુસેલા અજાણ્યા ઇસમે બે પૈકી એક ભાઈનું ગળું કાપી ઘરમાંથી રોકડ રૂપિયા12 હજારની લૂંટ ચલાવી હોવાનો બનાવ સામે આવ્યો છે હત્યા બાદ લૂંટની ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ ગઈ છે મધરાત્રે ચોર ઘુસ્યા હોવાની જાણ બાદ બન્ને ભાઈઓ પકડવા જતા ચોરે જીવલેણ હુમલો કર્યો હતો જેમાં એકનું મોત અને બીજાના હાથ પર ઘા મરાયા હોવાનું મોટા ભાઈ બ્રિજેશે જણાવ્યું છે.

યુવકની હત્યા થતાં પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયાં હતાં મૃતક પાન મસાલનો વ્યવસાય કરતો હતો બ્રિજેશ ગુપ્તા મરનાર ના ભાઈ એ જણાવ્યું હતું કે મૃતક ઘર નજીક પાન-મસાલાનો વ્યવસાય કરતો હતો ચાર ભાઈઓમાં સૌથી નાનો ભાઈ વીરેન્દ્ર કુમાર જમના પ્રસાદ ગુપ્તા ઉ.વ.22 હતો. બુધવારની મધરાત્રે કોઈ ઈસમ ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘૂસ્યો હતો ચોરની આહટ સાંભળી વીરેન્દ્ર અને વિષ્ણુ બન્ને ભાઈઓ ચોરને પકડવા દોડ્યા હતા એવામાં ચોરે વીરેન્દ્રને ગળા પર અને વિષ્ણુને હાથ પર ઘા મારી ઘરમાંથી રોકડ રૂપિયા 12 હજાર લઈ ભાગી ગયો હતો.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી બૂમાબૂમથી પરિવાર જાગી ગયેલું હુમલો થયા બાદ વિષ્ણુએ બુમાબુમ કરી દેતાં આખું પરિવાર ઉંઘમાંથી જાગી ગયું હતું.જમીન પર લોહીના ખાબોચિયામાં પડેલા વીરેન્દ્રને જોઈ ચીચીયારીઓથી નીકળી ગઈ હતી.

તાત્કાલિક વીરેન્દ્રને લઈ હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરાયો હતો જ્યારે વિષ્ણુને ટાંકા લઈ રજા આપી દેવાય હતી મધરાત્રે 2:30 મિનિટે બનેલી હત્યા કમ લૂંટની ઘટનાની જાણ બાદ પોલીસ દોડી આવી હતી તપાસ શરૂ કરી હતી હાલ હુમલાખોર લૂંટારું કમ હત્યારાનું કોઈ પગેરું મળ્યું નથી. પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *