સુરત: 4 વર્ષની બહેને 2 વર્ષના ભાઈને એસિડ પીવડાવી દીધું

માસુમ બાળકોને એકલતામાં છોડીને ઘર બહાર જતા માતા-પિતા માટે લાલબતી ધરતો કિસ્સો સામે આવ્યો છે સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ચાર વર્ષની બહેને 2 વર્ષના ભાઈને એસિડ પીવડાવી દીધું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે હાલ માસુમ બાળકને 108 ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલમાં લવાતા તાત્કાલિક બાળકોના નિષ્ણાત તબીબોને કેસ રીફર કરી દેવાયો છે.

પાડોશીએ માતાને જાણ કરી માતાએ જણાવ્યું હતું કે હું 4 વર્ષની દીકરીના ભરોસે 2 વર્ષના પ્રિન્સને છોડી બજારમાં સામાન લેવા ગઈ હતી. પરત ફરતા પડોશીએ કહ્યું કે બહેને ભાઈને બોટલમાંથી એસિડ કાઢી પીવડાવી દીધું છે આ સાંભળી હોશ ઉડી ગયાં હતાં કઈ સમજ પડતી ન હતી પાડોશીઓએ 108 ને ફોન કરતા સિવિલ આવ્યાં હતાં. હાલ મોટા ડૉક્ટરો નિષ્ણાત તબીબો પાસે લઈ જવા કહેવામાં આવ્યું છ તેઓ બિહારના રહેવાસી છે અને 3 વર્ષથી સુરતમાં રહે છે પતિ કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે ઘટનાની જાણ થતાં જ 108 પાંડેસરા-1 લોકેશન ની ગાડી આવી ગઈ હતી.

બાળકને બાળ નિષ્ણાત તબીબો પાસે રીફર કરાયું છે બાળકને સ્વરપેટી અને અન્ન નળીમાં નુકસાન થઈ શકે ડો.નિશા ચંદ્રા એ જણાવ્યું હતું કે માતા જ કહે છે કે ભાઈને બહેને એસિડ પીવડાવી દીધું છે જો આવું હોય તો ચોક્કસ બાળકની સ્વર પેટી અને અન્ન નળીને નુકશાન થઈ શકે છે જોકે હાલ બાળકને બાળ નિષ્ણાત તબીબો પાસે રીફર કરાયું છે.

માતા-પિતા માટે આ ચિંતાજનક અને જાગૃતતા સમાન કિસ્સો કહી શકાય છે બાળકોને એકલા છોડી બહાર જવાની ભૂલ કે નાના ભાઈ બહેનને એકબીજા ના ભરોસે મૂકી જવાની ભૂલ ક્યારેય કરવી ન જોઈએ હાલ બાળક ભાનમાં છે છતાં એક્સપર્ટ અભિપ્રાય વગર કશું પણ કહી શકાય નહીં.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *