Gujarat

સૂરત થી માનવતાને સુગંધિત કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક ના અંગ દાન ના કારણે 7 લોકો નો જીવ બચ્યો પરિવાર માં…….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય વિજ્ઞાન અને ટેકનોલોજી નો આ આધુનિક યુગ છે. હાલ ના સમય ને મોર્ડન યુગ પણ કહેવામાં આવે છે કારણ કે આજના સમય માં જટિલ થી જટિલ વસ્તુઓ પણ આરામથી પાર પાડી શકાય છે. જેની પાછળ નું કારણ ફક્ત ને ફક્ત વિજ્ઞાન અને ટેકનોલોજી નો વધુ પડતો વિકાસ છે.

પરંતુ આપણે સૌ જાણીએ છિએ કે આપણું માનવ શરીર એ કુદરતની અણમોલ રચના છે. જેના કારણે ભલે આજનું વિજ્ઞાન આટલું તરક્કી કરી ગયું હોઈ પરંતુ માનવ શરીર ના અમુક ભાગો હાલ આ આધુનિક યુગ અને વિજ્ઞાન માં બનાવવા અઘરા છે. જેના માટે જ્યારે પણ માનવી નું કોઈ અંગ ખરાબ થાય છે ત્યારે તેને અન્ય વ્યક્તિ પાસે અંગ દાન ની રાહ જોવી પડે છે. જો કે એક વ્યક્ત્તિ ના શરીર માંથી અન્ય વ્યક્તિ ના શરીરમા અંગ ફેરવવાની ટેક્નોલોજી આજના વિજ્ઞાને વિકસાવી લીધી છે.

હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જે માનવતાને સુગંધિત કરી મૂકે છે અને દરેક લોકો આ દિશા માં વિચારતા થાય અને તે તરફ આગળ વધે તે માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. આ બનાવ સૂરતથી સામે આવ્યો છે. કે જ્યાં એક યુવકે અંગ દાન દ્વારા 7 લોકો ના જીવા બચાવયા છે. તો ચાલો આ સમગ્ર ઘટના વિશે વિસ્તારથી માહિતી મેળવીએ.

મળતી માહિતી મુજબ આ ઘટના સૂરત ની છે અહીં એક વ્યક્તિ એક અંગ દાન કરીને માનવતા મહેકાવિ છે. આ યુવક નું નામ પ્રયાગ હંસરાજભાઈ ઘોણીયા છે કે જેમની ઉંમર 23 વર્ષ છે. તેમણે આ અંગ દાન કર્યું છે. જો વાત તેમના અંગ દાન પાછળ ના કારણ ની કરીએ તો…

પ્રયાગ ભાઈ જ્યારે મુંબઈથી સુરત ગાડીમાં આવી રહ્યો હતો, તે સમયે ચારોટી પાસે તેમની ગાડીનું ટાયર ફાટતા ગાડી ડીવાઈડર સાથે ભટકાણી હતી. આ ટક્કર ના કારણે પ્રયાગ ભાઈને માથાના અને કરોડરજ્જુના ભાગમાં ઈજા થઈ હતી. અકસ્માત બાદ તેમને પ્રથમ કાસાની સબ ડિસ્ટ્રિકટ હૉસ્પિટલ માં દાખલ કરી પ્રાથમિક સારવાર આપવામા આવી હતી અને તેના પછી તેમને વાપીની હરિયા હૉસ્પીટલમાં દાખલ કરી વધુ સારવાર માટે સુરતની યુનિટી હૉસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ. ધવલ પટેલની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યાં તેમની તબિયત બગાડતા તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામા આવ્યા હતા. જેના પછી સૂરત ની ડોનેટ લાઈફની ટીમે હૉસ્પિટલ પહોંચી પ્રયાગના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું જેના પછી પ્રયાગના પિતા હંસરાજભાઈ અને માતા રમાબેને જણાવ્યું કે, તેમનો પુત્ર બ્રેઇનડેડ છે અને તેનું મૃત્યુ નક્કી છે. જેના કારણે જો તેના અંગ દાનથી અન્ય દર્દીઓને નવું જીવન મળતું હોય તો તેનાથી વધુ સારી બાબત કઈ ગણાય અને તેમના પરિવારે અંગ દાન માટે પરવાનગી આપી.

જેથી પ્રયાગ ભાઈ ના હૃદય અને ફેફસા ઉપરાંત કિડની, લિવર અને આખનું દાન કરવાનું નક્કી થયું. તેમના આ અંગ દાન્ના કારણે SOTTO દ્વારા લિવર અમદાવાદની IKDRCને, જ્યારે એક કિડની અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના દર્દી ને ઉપરાંત બીજી કિડની અને હૃદય અમદાવાદની સીમ્સ હોસ્પિટલને મોકેલવા મા આવી હતી. આ ઉપરાંત પ્રયાગ ભાઈ ના ફેફસા ચેન્નાઈની MGM હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા સુદાનના એક 23 વર્ષીય યુવકને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. આમ તેમના અંગ દાન દ્વારા 7 લોકો ને નવ જીવન પ્રદાન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *