India

સોનાના ભાવમાં થયો ઘટાડ, જાણો આજના સોના-ચાંદીના ભાવ વિશે, કેટલો વધારો-ઘટાડો થયો ભાવમાં

Spread the love

મિત્રો હાલના સમયમાં રોજબરોજ સોના-ચાંદીના ભાવમાં ખુબ ઘટાડો નોંધાય રહ્યો છે. આપણે જોઈ જ શકીએ છીએ કે ગઈકાલે સોનાના ભાવમાં વધારો થયો હતો જયારે આજના દિવસે સોનાનો ભાવમાં ઘટાડો થયો હતો. ઇન્ડીયન બુલિયન જવેલર્સ એસોસિએશન દ્વારા અલગ અલગ પ્રકારની શુદ્ધતાના સોનાના અલગ અલગ ભાવો રજુ કરવામાં આવ્યા હતા.

દેશના બજારમાં સોના ચાંદીની કિંમતોમાં સામાન્ય અંશે ઉતાર ચડાવ જોવા મળે છે. ભારતીય બજારમાં આજે સોનાના ભાવએ ગયેલ કારોબારી દિવસની તુલનમાં થોડો સસ્તો થયો હતો જયારે ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો હતો. બુલીયન એન્ડ જવેલર્સ એસોસિએશન અનુસાર ૭ ડીસેમ્બર સવારે ૯૯૯ શુદ્ધતા વાળા ૨૪ કેરેટ સોનાની કિંમત ૪૭૮૩૧ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ગણવામાં આવી હતી જયારે ચાંદીની કિંમત પ્રતિ ૧૦ ગ્રામે ૬૧૧૩૭ રૂપિયા આંકવામાં આવી હતી.

પાંચમાં કારોબારી સત્ર દરમિયાન સોનાનો ભાવ ૪૮ હજાર રૂપિયાથી પણ ઓછી હતી જયારે ચાંદીની કિંમત ૬૩ હજારથી પણ ઓછી ગણવામાં આવી હતી. ઇન્ડીયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન અનુસાર સોમવારે સવારના ભાવના તુલનામાં સોમવાર સાંજના ભાવમાં કોઈ બોવ મોટો ફર્ક દેખાણો ન હતો પણ ચાંદીની સવારની કિંમતની તુલનામાં ચાંદીની સાંજની કિંમત ઓછી જોવા મળી હતી.

IBJA અનુસાર જાહેર કરવામાં આવેલ ૯૯૯ શુદ્ધતા વાળા ૨૪ કેરેટ સોનાનો ભાવ સવારે ૪૭૮૭૭ હતો જયારે સાંજના સમયે આ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામે ૪૭૮૭૫ રૂપિયા જેટલો થયો હતો અને જો વાત ચાંદીની કરવામાં આવે તો ચાંદીનો ભાવમાં થોડા અંશે ઘટાડો થયો હતો. ચાંદીના ભાવ પ્રતિ કિલોએ ૬૧૨૩૩ રૂપિયાની હતી ત્યારબાદ તે સસ્તી થઈને ૬૦૯૯૨ રૂપિયે પોહચી હતી.

મિત્રો તમને જણાવી દઈએ કે ઇન્ડીયન બુલિયન દ્વારા જાહેર કરવામાં આવેલ સોના ચાંદીની કિંમતની અલગ અલગ શુદ્ધતા હોય છે. આ બધા ભાવોએ ટેક્સ અને બનાવટ ખર્ચ પેહલાની કિંમત છે. IBJA દ્વારા જાહેર કરેલ સોનાના ભાવએ સર્વમાન્ય હોય છે પરંતુ આ ભાવમાં કોઈ પ્રકારનું  જીએસટી ઉમેરવામાં આવતું નથી. તમને જણાવી દઈએ કે ઘરેણા ખરીદતી વખતે સોનાનો ભાવ વધુ હોય છે કારણકે તેમાં ટેક્સને પણ ઉમેરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *