Gujarat

સોના અને ચાંદી નો ભાવ ગુજરાત ના મુખ્ય શહેરો મા શુ ચાલી રહ્યો છે?? ભાવ ઘટી રહ્યા છે…

Spread the love

મિત્રો આપડે ઘણા સમય થી મોંઘવારી નો માર સહન કરી રહિયા છીએ તેવામાં અનેક વસ્તુઓ આપણને મોંઘા ભાવે પ્રાપ્ત થઈ રહી છે. તેવામાં સોનું ખરીદવા ની ઇચ્છા ધરાવતા લોકો માટે રાહત ના સમાચાર છે. સોનું હાલ સસ્તું બનીયુ છે.

જાણો સોનાનો હાલનો ભાવ આજ એટલેકે 11 ઓકટોબર ના રોજ સોનું તેની મહતમ સપાટી થી 9200 રૂપિયા નીચા ભાવે આવી ગયું છે. અઠવાડિયા નાં પહેલા જ દિવસે મલ્ટી કમોડિટી એક્સચેન્જ ની ઉપર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. MCX પર સોમવાર સવારે 10 વાગ્યે સોના માં 0.21 ટકા નો ઘટાડો જોવમળિયો છે.

એટલે કે હવે સોનુ 97 રૂપિયાના ઘટાડા સાથે 46,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેન્ડ કરતું હતું. આ ઉપરાંત જો વાત બીજી અમુલ્ય ધાતુ ચાંદી વિશે વાત કરીએ તો તેમા 0.10 ટકા નો ઘટાડો જોવા મળિયો છે.

એટલે કે ચાંદી હવે   61 રૂપિયાના ઘટાડા સાથે 61,740 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવીગયુ છે. અહીં આપડે ગયા વર્ષ એટલે કે વર્ષ 2020ની વાત કરીએ તો ગયા વર્ષે આજ સમય ગાળા માં MCX પર 10 ગ્રામ સોનાના ભાવ 56,200 રૂપિયા હતો. જ્યારે આજે સોનું ડિસેમ્બરમા MCX પર 46,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે એટલે કે હજુ પણ લગભગ 9200 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

જો વાત કરીએ રાજ્યના વિવિધ શહેરી માં સોના ના ભાવ વિશે તો ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ સોમવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત 48,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ માટે છે આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત 48,080 રૂપિયા છે.

જ્યારે વાત કરીએ વડોદરાની તો અહીં 24 કેરેટ સોનાની કિંમત 48,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, ઉપરોક્ત ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 61,700 રૂપિયા છે.

વળી જો આવા કિંમતી પદાર્થ ની ગુણવતા તપાસવી હોય તો તેમાટે ભારત સરકારે એક એપ્લિકેશન કે જેનું નામ BIS Care app છે તેને માન્યતા આપી છે અહીં તમારે આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક નાખવાનો. જો આ હોલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકશે. જેમાંટે આ એપની મદદથી તરતજ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *