સોના ના ભાવ મા થયો મોટો ઘટાડો જાણો 10 ગ્રામ સોના ના ભાવ ની નવી કીંમત
Gold Silver Price 24 August 2021: સોના અને ચાંદીની ફ્યૂચર ટ્રેડિંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર મંગળવાર સવારે 9:48 વાગ્યે ઓક્ટોબર વાયદાનું સોનું (Gold Price Today) 0.22 ટકા એટલે કે 104 રૂપિયાના ઘટાડાની સાથે 47,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ, ચાંદી (Silver Price Today) સપ્ટેમ્બર વાયદામાં 0.25 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર 160 રૂપિયાના ઘટાડા સાથે સિલ્વર વાયદો 62,767 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થયું હતું.
ગત કારોબારી સત્રમાં સોના અને ચાંદીની કિંમતોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા એક વર્ષમાં સોનાના પ્રદર્શનમાં ઘટાડો આવ્યો છે.Global Marketsની વાત કરીએ તો અહીં આજે સોનું સસ્તું થઈ ગયું છે. હાજર સોનું 0.2 ટકાના ઘટાડાની સાથે 1,801.78 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગયું છે, જ્યારે ચાંદી 0.5 ટકાના ઘટાડાની સાથે 23.54 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગયું છે. ડૉલર ઇન્ડેક્સ સોમવારે લગભગ 0.6 ટકાના ઘટાડા બાદ વધીને 93.043 પર પહોંચી ગયું હતું.
IHS માર્કેટના ડેટાથી જાણવા મળે છે કે, ઓગસ્ટમાં અમેરિકન બિઝનેસ એક્ટિવિટી ગ્રોથ સતત ત્રીજા મહિને ધીમો રહ્યો છે. ક્ષમતાની કમી, આપૂર્તિની કમી અને ઝડપથી ફેલાતા ડેલ્ટા વેરિયન્ટે ગયા વર્ષની મહામારી પ્રેરિત મંદીથી પરિવર્તનની ગતિને નબળી કરી દીધી છે. 24 કેરેટ ગોલ્ડનો ભાવ ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 50,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચેન્નઈમાં 48,670 રૂપિયા, મુંબઈમાં 47,270 રૂપિયા અને કોલકાતામાં 49,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદ અને વડોદરામાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, સોમવાર સવારે અમદાવાદ Ahmedabad Gold Price માં 22 કેરેટ સોનાની કિંમત 46,790 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 48,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. બીજી તરફ,વડોદરા (Vadodara Gold Price)માં 22 કેરેટ સોનાની કિંમત 46,050 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 47,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.