Gujarat

સોના ના ભાવ મા મોટો ઘટાડો ! જાણો ફટાફટ નવો ભાવ…

Spread the love

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે દેશની જનતાને મોંઘવારીની મહામારી પણ ભોગવવી પડે છે દેશમાં દિવસેને દિવસે જીવન જરુરિયાતની વસ્તુઓ ના ભાવ આસમાની સપાટીએ પહોંચી રહ્યા છે ત્યારે બીજી તરફ સોના અને ચાંદીના ભાવમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે.

MCX પર ઓક્ટોબર ડીલીવરી વાળા સોનાનો ભાવ 0.26 ટકાના ઘટાડા સાથે 47480 રૂપિયા પર આવી ગયો છે. ઉપરાંત ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ના આંકડા મુજબ સોનાની કિંમતમાં પ્રતિ 10 ગ્રામ 0.26 ટકાનો ઘટાડો થયો છે ત્યારે સોનાનો ભાવ 47480 રૂપિયા પહોંચ્યો છે.

ચાંદીના ભાવમાં ઘટાડાની વાત કરીએ તો આજ રોજ પ્રતિ કિલો ચાંદી માં 0.41 ટકાના ઘટાડા સાથે ચાંદીનો ભાવ 66720 રૂપિયા પર પહોંચ્યો છે. સમગ્ર દુનિયામાં કોરોનાની મહામારી ચાલી રહી છે.

ત્યારે સોના-ચાંદીના ભાવમાં દિવસેને દિવસે ઉતાર-ચઢાવ થઈ રહ્યા છે. મળતા આંકડા મુજબ આગામી ત્રણ-ચાર વર્ષમાં સોનાની કિંમત બમણી થઇ શકે છે. તેમજ સોનાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 3000-5000 ડોલર પ્રતિ ઔંસ થઈ શકે છે.

આ ઉપરાંત સોનાની શુદ્ધતા ચેક કરવા માટે સરકાર દ્વારા એક એપ્લીકેશન બનાવવામાં આવી છે. BIS CARE APP ના મદદથી તમે સોનાની શુદ્ધતા તપાસી શકો છો અને સોનાની શોધતા વિરુદ્ધ ફરિયાદ પણ કરી શકો છો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *