સ્વાસ્થ્ય મંત્રી ની ગાડી સાથે થયો અકસ્માત સ્વાસ્થ્ય મંત્રીની ગાડી પલટાઇ જતા સર્જાયો અકસ્માત જેમાં….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.
હાલ આવા જ એક અકસ્માત અંગે માહિતી મળી રહી છે પરંતુ આજ વખતે જે ગાડીને અકસ્માત નો સામનો કરવો પડ્યો છે તે કોઈ મામૂલી ગાડી નહીં પરંતુ સ્વાસ્થ્ય મંત્રી ની ગાડી છે. આ ગાડી પલટી ખાઈ જતા અક્સ્માત સર્જાયો હતો.
જણાવી દઈએ કે આ અકસ્માત ઉત્તરાખંડના સ્વાસ્થ્ય મંત્રી ધન સિંહ રાવત સાથે સર્જાયો છે. અકસ્માત માં તેમની ગાડી પલટાઇ ગઈ હતી. જણાવી દઈએ કે દુર્ઘટના સમયે તેઓ પૌરીના થાલાસેંડથી દહેરાદૂન પરત ફરી રહ્યો હતો. જો કે સદનશીબે આ અકસ્માતમાં આરોગ્ય મંત્રી સુરક્ષિત હોવાનું માલુમ પડ્યું છે.
જો વાત ધન સિંહ રાવત અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ તેમની કામ કરવાની શૈલી માટે જાણીતા છે. વર્ષ 1989માં તેઓ સ્વયંસેવક તરીકે RSS સાથે જોડાયા હતા આ ઉપરાંત તેમણે અસ્પૃશ્યતા, બાળ લગ્ન અને દારૂ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી હતી. જણાવી દઈએ કે ધન સિંહ રાવતે રામજન્મભૂમિ આંદોલન દરમિયાન પણ સક્રિયપણે ભાગ લીધો હતો. જે માટે તેમને જેલ પણ જવું પડ્યું હતું.