હડમતીયા ગામે સંત મુનિબાપા આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી સદંતર બંધ રાખેલ છે

ઉમરાળા તાલુકાના હડમતીયા ગામે સંત શ્રી મુનીબાપા આશ્રમના સંત કાળુબાપુ દ્વારા આશ્રમ ખાતે પૂનમ અને દેવ દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમો સદંતર બંધ રાખેલ છે શ્રદ્ધાળુ એ દર્શન આવવું નહિ મેળો પણ સદંતર બંધ હોય રમકડાં,ખાણી પીણી,કપડાં સહિતના વેપારીઓ એ આવવું નહી

ઉમરાળા તાલુકાના હડમતીયા મુનિબાપા આશ્રમ ખાતે શ્રી પરમ પૂજ્ય વંદનીય સંત શ્રી કાળુબાપુ દ્વારા દર્શનાર્થે અને પૂનમ ભરવા આવતા શ્રદ્ધાળુઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે તારીખ.૨૪/૦૭/૨૦૨૧ ને શનિવારના રોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી બંધ રાખેલ છે ભાવિક ભક્તજનોએ દર્શને આવવું નહિ તો સર્વ શ્રધ્ધાળુઓ અને સ્વયંસેવકો તેમજ પૂનમની માનતાઓ ભરવા વાળા ઓએ પણ દર્શને આવવું નહિ હડમતીયા મુનીબાપા આશ્રમ ખાતે પૂનમની ઉજવણી કાયમી માટે બંધ કરવામાં આવેલ હોય શ્રદ્ધાળુ ઓની બધીજ માનતાઓ પૂર્ણ થઈ ગણાશે

ખાસ નોંધ.હડમતીયા ગામે મેળો પણ સદંતર બંધ છે ગામની આસપાસ રમકડાં કપડાં ખાણી પીણીની વસ્તુઓના વેપારીઓએ વેચાણ કરવા આવવું નહિ અને ગામની કે આશ્રમની આસપાસમાં કોઈ પણ ગાડી ગમે તે જગ્યાએ પાર્ક કરી હોય તેની જવાબદારી આશ્રમની રહેશે નહીં જે તે વ્યક્તિની ગણાશે તેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *