હવામાન માં થયેલ ફેરફાર ના કારણે અનેક રાજ્યોમાં વધશે ઠંડીનો પારો જયારે આટલા વિસ્તારોમા જોવા મળી શકે છે વરસાદ હવામાન વિભાગ….

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. અનેક રાજ્યમાં ઠંડી ભુકકા બોલાવી રહી છે. અને લોકોને ધ્રુજાવી રહી છે. તેવામાં આજ વખતે વરસાદ ની ઋતુ પણ દેશ માટે ઘણી સારી સાબિત થઈ છે. જેના કારણે દેશ પરથી જાણે જળ સંકટ હળવો બન્યો હોઈ તેવું લાગે છે. જો કે દેશના અનેક રાજ્યો એવા પણ છે કે જ્યાં ભારે વરસાદે તારાજી સર્જી છે. અને પૂર જેવી પરિસ્થિતિ પણ જોવા મળી છે.

જો કે હાલ અનેક રાજ્ય એવા છે કે જ્યાં વરસાદે સતાવાર રીતે વિદાઈ લીધી છે. પરંતુ અનેક એવા વિસ્તારો છે, કે જ્યાં વાતાવરણ માં આવેલ ફેરફાર ના કારણે કમોસ્મિ વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે હાલ ઠંડી અને વરસાદ સાથે જોવા મળી રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે કરેલ નવી આગાહી લોકોની પરેશાની ઉત્પન્ન કરે તેમ છે.

જણાવી દઈએ કે હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન માં થયેલ આ ફેરફાર ની સૌથી વધુ અસર પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. હવામાન માં થયેલ આવા ફેરફાર ના કારણે 8 ડિસેમ્બર પછી દિલ્હીમાં ઠંડી વધવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 ડિસેમ્બરથી બર્ફીલા પવનો દિલ્હી પહોંચવાનું શરૂ કરશે. જેના કારણે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. વાતાવરણ માં આવેલ આ ફેરફાર ના કારણે દિલ્હી અને ઉત્તર ભારતના અમુક વિસ્તારો માં ધુમ્મસ જોવા મળી શકે છે. આ ઉપરાંત 6 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશ અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

આ ઉપરાંત હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ અંગે શક્યતા છે. અને આ વરસાદી માહોલ પહાડી વિસ્તારોમાં જોવા મળશે. તે જ સમયે મેદાની વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ઉપરાંત 10 ડિસેમ્બરથી દિલ્હી એનસીઆરમાં, હવામાન માં ફેરફાર જોવા મળશે. વાસ્તવમાં ઉત્તર દિશાથી આવતા પવનો દિલ્હીમાં ઠંડીમાં વધારો કરશે.

જો વાત વરસાદ ક્યાં વિસ્તારોમાં પડશે તે અંગે કરીએ તો જણાવી દઈએ કે હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર દાદરી, ફરીદાબાદ ઉપરાંત બલ્લભગઢ, મેહમ અને રોહતક, ભિવાની સાથો સાથ પલવલ અને હરિયાણાના હોડલમાં વરસાદ પડવાની સંભાવના છે. જેની સાથો સાથ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા અને હસ્તિનાપુર સાથે ચાંદપુર, મેરઠ અને કિથોર, અમરોહા ઉપરાંત ગઢમુક્તેશ્વરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે વાત ઠંડી અંગે કરીએ તો આ દિવસોમાં હિમાચલ અને ઉત્તરાખંડ ઉપરાંત કાશ્મીરના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 8 ડિસેમ્બરથી ઠંડી અને ધુમ્મસની શરૂઆત થશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *