હવે આ વાનગી નો આનંદ લો ઘરે માત્ર આટલું કરો અને બનાવો ઘરે….

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલનો સમય દિવાળી નો સમય છે તેમાં પણ આપણે સૌ ભારતીયો વિવિધ વાનગીઓ ના શોખીન હોઈ છે. તેમાં પણ આવા તહેવારો ના સમય માં લોકો અવનવી વાનગીઓ બનાવે છે અને એક બીજાને આપવા માટે પણ આવી વિવિધ વાનગીઓ નો ઉપયોગ કરે છે. તો ચાલો આપણે આજે અહીં એક નવી વાનગી ઘરે બેઠા બનાવતા શિખિયે.

આ વાનગી નું નામ ઇજિપ્તીયન બિસ્કીટ છે આ વાનગી બનાવવા માટે સૌપ્રથમ મેંદાનો લોટ બે વાડકી લેવાનો છે આ લોટ માં એક ચમચી વેનિલા પાવડરને સરખી રીતે ભેગુ કરો. ત્યાર બાદ આ મિશ્રણ માં ૫૦ ગ્રામ ચોખ્ખુ ઘી અને માખણ ગરમ કરીને અડધા કપ જાડુ દુધ માં અડધી ચમચી વેનિલા એક્ષટ્રેક્ટ મિક્ષ કરો. આ ગરમ ઘી ને માખણ અને દુધને લોટમાં સરખી રીતે ભેગું કરો. આ લોટને ધીમા તાપે ગરમ કરો. તે સમયે ગરમ કરતા સમયે તેમા ૧૦૦ ગ્રામ જેટલુ મધ નાખીને ભેગું કરો.

ત્યાર બાદ તેને એક થાળી માં ઠરવા મૂકો. ત્યાર બાદ પુરણ બનાવવા માટે સૌપ્રથમ ખજુરને સાફ કરો. અને તે બાદ તેનો ૨૦૦ ગ્રામ જેટલો માવો બનાવો. આ માવા માં સ્વાદ અનુસાર ડ્રાયફ્રુટ્સ ઉપરાંત ઇલાયચી પાવડર વગેરે સ્વાદ અનુસાર ઉમેરો ત્યાર બાદ આમાં ૧૦૦ ગ્રામ ઘી ઉપરાંત ૨ થી ૩ ચમચી ગુલાબ જળ ઉમરીને ભેગું કરો આ લોટને ભેગા કરતા સમયે ધ્યાન રહે કે તેને પુરી જેવો આકાર આપતા તેની ધાર તુટી ના જાય આ માટે ઘી અથવા માખણ વધુ પ્રમાણ માં હોવુ જરુરી છે.

ત્યાર બાદ આ ખજુરનુ બનાવેલ પુરણ ને ગોળ બનાવતા રહો ત્યાર બાદ તેને થોડા ચપટા દબાવી નાખો જેને કારણે કુકી જેવો શેપ મળે આ તમામ ગોળાને ૧૫ થી ૨૦ મિનિટ બેક કરવા માટે ૩૫૦ ફેરનહિટ પર પ્રિ હિટેડ કરેલ ઓવનમાં મૂકો. ત્યાર બાદ ઓવન માંથી આ બ્રાઉન રંગના બિસ્કિટ ને બહાર કાઢી તેની ઉપર ખાંડનુ બૂરું છાંટો. આમ આટલું કરવાથી તમારી સ્વાદિષ્ટ કુકી તૈયાર થઈ  જાશે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *