India

અજમેર શરીફ દરગાહ માં આવેલી આ કડાઈ વિશે તમે નહીં જાણતા હોવ! દુનિયા ની સૌથી મોટી કડાઈ બનાવનું કારણ જાણી તમે જુઓ વિડિયો

Spread the love

મિત્રો આપણે જાણીએ છીએ કે આ દુનિયામાં અનેક પ્રકારના રહસ્યો છુપાયેલા છે. ભલે આજનો સમય વિજ્ઞાન અને ટેક્નોલોજી નો કેમના હોઈ પરંતુ તેઓ પણ આવા રહસ્યોને ઉકેલી શક્યા નથી. આપણે આપણી આસ પાસ અનેક એવી વસ્તુઓ જોઈ હશે કે જેને જોતા આપણ ને પણ વિચાર આવે છે કે આ શુ? અનેક એવી વસ્તુઓ હોય છે જેને કારણે આપણે અવઢવ માં મુકાઈ જઈએ છીએ અને વિચારવા લાગીએ છીએ કે આવું કઈ રીતે બન્યું હશે.

આપણે અહીં એક એવીજ રહસ્ય યુક્ત વસ્તુ વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ રસોડામાં વપરાતી અનેક વસ્તુઓ થી સારી રીતે વાકેફ છીએ જેમાંથી કડાઈ પણ એક છે. પરંતુ આ મામૂલી કડાઈ ને લઇ ને પણ એક નવાઈ લાગે તેવો વિડિઓ સામે આવ્યો છે. જેમાં આ કડાઈના કદ ને લઇને એવો દાવો કરવામાં આવ્યો છેકે આ કડાઈ દુન્યાની સૌથી મોટી કડાઈ છે તો ચાલો આ બાબત અંગે વિગતે માહિતી મેળવીએ.

જો વાત આ કડાઈ વિશે કરીએ તો આ કડાઈ બીજે કાંઈ નહિ પરંતુ ભારત માંજ આવેલ છે આ કડાઈ ભારતમાં અજમેર શરીફ દરગાહ માં આવેલી છે જે કદ ના મામલામાં દુનિયાની સૌથી મોટી કડાઈ હોવાનું માનવામાં આવે છે. આ કડાઈ અંગેના વિડિઓ સોશિલ મીડિયા પર ઘણા જ વાયરલ થયા છે જો અને લોકો પણ તેને ઘણા શેર કરે છે. જો વાત કરીએ તેના વ્યૂઝ વિશે તો આ વિડિઓ જયારે મુકવામાં આવ્યો ત્યારથી લઈને ફક્ત 7 મિનીટ ની અંદર અંદર 2 લાખથી પણ વધુ લોકોએ તેને જોઈ લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Amar Sirohi (@foodie_incarnate)

વિડિઓ માં જોવા મળતી કડાઈ આશરે 4800 કિલો ની મનાય છે. જો લોકોની માનીએ તો આ કડાઈ અહીં અકબર ના સમયથી એટલેકે 450 વર્ષથી અહીંયા હોવાનું મનાય છે. અને અહી આવતાં શ્રધાળુંઓ માટે આજ કડાઈમાં લંગર બનવવામાં આવે છે. આ દરગાહ માં દર્શન અર્થે આવતા લોકો આ કડાઈમાં રૂપિયા, દાળ, ચોખા, વગેરે વસ્તુ આ અહીં નાખે છે ત્યાર બાદ રૂપિયા અલગ કરીને અહીં દર્શન માટે આવતા લોકો માટે આજ કડાઈમાં જાફરાની રાઈસ બનવવામાં આવે છે. જે માંટે તેમાં પાણી, ચોખા, મેંદો, ડ્રાય ફ્રૂટ્સ, ખાંડ અને ઘી નાખવામાં આવે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *