Gujarat

કરો માત્ર આટલું અને ઘરે જ બની જાશે બોમ્બે આઈસ હલવો જાણો વિગત…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપના દેશ માં વિવિધ રાજ્ય અને સંસ્કૃતિ વાળા લોકો વસે છે. આપણે સૌ લોકો અલગ અલગ વાનગીઓ ખાવી વધુ પસંદ કરીએ છીએ. અલગ સ્વાદ વળી વસ્તુઓ ખાવા માટે અને ખવડાવવા માટે આપણે ઘણા ઉત્સુક રહીયે છીએ તેની માટે આપણે અલગ અલગ વસ્તુઓ કઈ રીતે બને તેના વિશે માહિતી મેળવવા માટેની ઇચ્છા રાખતા હોઈએ છિએ.

તેમાં પણ જો સ્વાડિસ્ટ વસ્તુ ઘરે જ બનાવી શકાય તો ? તો આપણે અહીં એક એવી વસ્તુ કે જે ખાવી તો બધાને ગમે છે પરંતુ તે કઇ રીતે બને છે તે કદાચ કોઈ નહીં જાણતું હોઈ તો ચાલો આપણે આ વસ્તુની બનાવટ વિશે વધુ માહિતી મેળવીએ. આજે આપણે બોમ્બે આઈસ હલવા વિશે વાત કરવાની છે આપણે સૌ જાણીએ છિએ કે તે કેટલો સ્વાડિસ્ટ હોઈ છે પરંતુ જો આપણે આ હલવો જોતો હોઈ તો મુંબઈ જવું પડે અથવા તો ત્યાંથી તમારે કોઈ જોડે મંગાવો પડે છે.

પરંતુ આજે આપણે અહીં બોમ્બે આઈસ હલવો ઘરે જ બનાવતા શીખવીશું. આ માટે જરૂરી સામગ્રી આ પ્રમાણે છે. અડધો કપ ઠંડુ દૂધ સાથે અડધો કપ ઘી અને અડધો કપ મેંદો ઉપરાંત 1 કપ આખી ખાંડ સાથે 8 થી 10 કેસરના તાર (આ તાર ને થોડા ગરમ દૂધમાં પલાળીને રાખવા) અથવા પીળો ફૂડ કલર ચોથા ભાગ ની ચમચીમા ટીસ્પૂન એલચી પાવડર અને તેટલુ જ ટીસ્પૂન એલચીના દાણા ઉપરાંત 2 થી 3 ચમચી પિસ્તાના ટુકડા અને 2 થી 3 ચમચી બદામના ટુકડા ની જરૂર પડશે.

હવે આ વસ્તુઓ એકઠી થઈ ગયા બાદ એક કડાઈમાં દૂધ અને મેલ્ટ કરેલું ઘી ઉપરાંત મેંદો અને આખી ખાંડ લો. આ બધી વસ્તુઓ ને વ્યવસથીત રીતે હલાવો પછી પીળો કલર આપવા માટે કેસરનું પાણી ઉમેરીને ફરી હલાવો. તે સમયે પાથળવા બટર પેપરને ઘી થી ગ્રીસ કરીને બાજુ પર રાખો. આ માટે એક કપમા ચોથા ભાગનું ઘી લો.

તેના પછી હલાવો બનાવવા માટે તૈયાર કરેલા મિક્સરને ગેસની ઉપર એક કડાઈ મૂકી ને ધીમી આંચ શરૂ રાખો. ત્યાર બાદ આ મિશ્રણ ને 10 થી 15 મિનિટ સતત હલાવતા રહો. આટલું હલાવ્યા પછી આ મિશ્રણ ઘટ્ટ થવા લાગશે. આ સમયે જો તમારે તેને સાઈન આપવી હોય તો તમે એક ચમચી ઘી ઉમેરી શકો છો.

આટલુ કર્યા બાદ આ મિશ્રણ ને ગેસ પરથી ઉતારીને બટર પેપર ઉપર મૂકો. અને આ મિશ્રણને ઝડપથી ફેલાવો. ત્યાર બાદ ગ્રીસ કરેલા વેલણનો ઉપયોગ કરી જરૂર મુજબ જાડુ કે પાતળું ફેલાવો. આટલું થઈ ગયા પછી આ હલવા ઉપર એલચી પાવડર અને એલચીના થોડા આખા દાણા ઉપરાંત પિસ્તાની ચીરી સાથે બદામની ચીર પણ નાંખો.

આટલું થઈ ગયા પછી આ મિશ્રણ ઉપર ગ્રીસ કરેલા બટર પેપરની બીજી શીટ મૂકો. આ સમયે મિશ્રણને હળવા હાથે વેલણની મદદથી ફેલાવો. આમ કરવાથી બધા ડ્રાયફ્રૂઇટ સારી રીતે હલવા પર ચોટિ જાશે. તેના પછી બીજા બાજુના બટર પેપરને ઉપરથી લઇ લઇ લો.હવે આ મિશ્રણને 15 થી 20 મિનિટ માટે ફ્રિજમાં ઠંડુ થવા મુકીદો. આ પછી હલવા ને ચોરસ પીસમાં કાપી લો. આમ આટલું કરવાથી આપણો બોમ્બે બરફનો હલવો રેફ્રિજરેટરમાં એક અઠવાડિયા માટે સ્ટોર કરવા માટે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *