IndiaNational

કર્ણાટક ની એક શાળા માં બાળકોના ભોજન માંથી મળી આવ્યું સપનું મરેલું બચ્ચુ જેના કારણે 50 વિદ્યાર્થીઓ….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માણસ ને જીવિત રહેવા માટે ખોરાક અને પાણી ઘણું જરૂરી છે ખોરાક અને પાણીના કારણે માનવ શરીર ટકી રહે છે અને તેનો વિકાસ પણ થાય છે. જોકે આ માટે વ્યક્તિ ને શુદ્ધ ખોરાક અને પાણી મળવું જરૂરી છે.

આપણા શરીર માં મોટા ભાગના પ્રોટીન યુકત તત્વો ખોરાક દ્વારા પૂરા પડે છે જેના કારણે ખોરાક શુદ્ધ હોવો જરૂરી છે. ખોરાક માં થોડો ઘણો પણ ફેરફાર થઈ એટલેકે તેમાં થોડો પણ ખરાબ ભાગ આવે તો તેના કારણે વ્યક્તિની તબીયત બગાડી શકે છે. પરંતુ જો તેવામાં ખોરાક માંથી સાપ નીકળે તો ?

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે સાપ ઘણું જ ઝેરિલુ જીવ છે જેના કારણે તેનાથી બચવા લોકોમાં ભાગ દોડ મચી જાય છે. પરંતુ તેવામાં જો સાપ ખોરક્માથિ નીકળે તો હાલત ખરાબ કરી મૂકે છે. આવોજ એક બનાવ હાલ કર્ણાટકની શાળાએ થી સામે આવ્યો છે કે જ્યાં શાળા માં બાળકોના ભોજન માંથી સાપનું મરેલું બચ્ચુ નીકળ્યું હતું અને આ ઘટના ના કારણે અહીંના 50 વિદ્યાર્થીઓ ની તબિયત બગડી હતી.

આ સમગ્ર ઘટના કંઈક આવી છે. કર્ણાટક ના યાદગીર જિલ્લાની એક રેસિડેન્શિયલ સ્કૂલના લગભગ 50 વિદ્યાર્થીઓને એક સાથે ફૂડ પોઈઝનિંગ થયું હતું. જેના કારણે આ તમામ વિધાર્થીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ તમામ વિદ્યાર્થીઓની તબીયત ને જોતાં તેમને થોડા સમય માટે ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. જે બાદ આ તમામ વિદ્યાર્થીઓ ને એક સાથે આવું શા માટે થયું ? તે જાણવા માટે શાળાની આંતરિક તપાસ કરાવવામાં આવી આ તપાસ માં બાળકોના ખોરાકમાં મૃત સાપનુ બાળક મળી આવ્યુ હતુ.

જો વાત વિસ્તારથી કરીએ તો આ બનાવ અબ્બે તુમકુર વિશ્વાધ્યાય કે જે વિદ્યાવર્ધન માં આવેલી છે, ત્યાંની છે. અહીં વિદ્યાર્થીઓ ને સુજીમાંથી બનાવેલ ઉપ્પીટ્ટુ ખોરાક તરિકે આપવામાં આવ્યું હતું. આ ખાધા પછી વિદ્યાર્થીઓને એકા એક ઉલટીઓ શરૂ થઈ ગઈ.

ત્યાર બાદ આ ઘટના અંગે શાળાના સ્ટાફે વધુમાં જણાવ્યુ કે અમે પ્રથમ કેટલાક વિદ્યાર્થીઓમાં આ જોયું કે તેમને આ ખાધા પછી ઉલ્ટી શરૂ થઈ ગઈ છે. ત્યાર બાદ અમે અન્ય વિધ્યાર્થીઓને ભોજન પીરસવાનું બંધ કરી દીધું અને આ ભોજન ખાઈ ગયેલા વિદ્યાર્થીઓ ને મુદનાલના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. જેના પછી અહીંના ડોક્ટર દ્વારા અમને જિલ્લા હોસ્પિટલમાં મોકલ્યા હતા.

જો કે તમને જણાવી દઈએ કે શાળાની આંતરિક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બાળકોના ખોરાકમાં મૃત સાપનું બાળક જોવા મળ્યું હતું. આ ઘટના બાદ શાળાના સભ્યોએ કહ્યું, “અમે આ જોઈને ચોંકી ગયા હતા કારણ કે અમારા સાથીદારો અહીં ખોરાક બનાવતી વખતે ખૂબ કાળજી રાખે છે. જો કે, વધુ તપાસ ચાલુ છે અને મેનેજમેન્ટે જો કર્મચારીઓની તરફથી કોઈ ભૂલ જણાશે તો કડક પગલાં લેવાની ખાતરી આપી છે”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *