Gujarat

કુંવારા લોકો લગ્ન માટે આ મંદિરે માનતા રાખે છે અને લગ્ન થાય છે જાણો આ અનોખા મંદીર વિષે…

Spread the love

મિત્રો આપણે સૌ કોઈ ને કોઈ વસ્તુ માં શ્રધ્ધા હોય છે. જે માણસ જાત માટે ઘણી આમ બાબત છે. કહેવાય છે કે શ્રધ્ધા હોવી સારી પરંતુ અંધશ્રધ્ધા માનવ જીવન ને ગેરમાર્ગે દોરી જાઈ છે. તેમાં પણ ભારતીય લોકો ઘણા શ્રધ્ધાવાન જોવા મળે છે. આપડે અહીં એક એવાજ માતાજી વિશે વાત કરવા જઈ રહિયા છીએ. કે જે તમારી અનેક માનોકામના પુરી કરીદે છે. લોકો અહીં સંતાન પ્રાપ્તિ માટે તથા કુવારા લોકો અહીં લગ્ન માટે માનતા મને છે. તો ચાલો જાણીયે આ સમગ્ર બાબત વિશે.

આ વાત છે પાટણ થી 10 કિલોમીટર દૂર અને અમદાવાદ થી 18 કિલોમીટર દૂર સાણંદ તાલુકા ના જાપા ગામમાં આવેલ એક મંદિર ની. આપડે અત્યાર સુધી માં અનેક માતાજી ના નામ સાંભળીયા છે પરંતુ આપડે અહીં ચુડેલ માતાજી વિશે વાત કરવા જઈ રહિયા છીએ. આ માતાજી નું ના કદાચજ કોઈક વ્યક્તિ એ સાંભળીયુ હશે આ માહિતી તેમના વિશે છે.

આ મંદિર હાલ માં જે જગ્યાએ છે ત્યાં દિવસે જતા પણ લોકો ને ડર લાગતો કારણકે લોકો અહીં ભૂત હોવાનું માનતા હતા. પરંતુ એક દિવસ તે ગામ નો એક વ્યક્તિ તે સ્થળે ગયો અને ચુડેલ ને બહેન બનાવી અને તેમનું મંદિર પણ બંધાવ્યુ. ત્યાર પછી લોકો ની અંદર નો ડર ઓછો થયો અને લોકો તેમને ચુડેલ ફઈબા તરીકે ઓળખવા લાગીયા .

આ મંદિરની પાછળ નો ઇતિહાસ પણ ઘણો રોચક છે. ચુડેલ માં તરીકે જાણીતા આ માતાજીનું મૂળ ગામ જુના જામફળ હતું. અને તેમનું સાચું નામ દેવળબા હતું. તેઓ જયારે 15 વર્ષ ના હતા ત્યારે તેમના ગામમાં દુકાળ સર્જાયો. ત્યારે તેમને જાલેત્રા કરવાનું કહીંયુ. તેમાટે તેમને કંકુ લાવવાનું કહીંયુ. પરંતુ તે જયારે કંકુ લેવા ગયા ત્યારે ત્યાં એક કાળો સાપ ઉભો હતો ત્યારે આટલી નાની ઉમર હોવા છતાં તેમણે તે નાગ ને પગમાં દબાવી દીધો. આ વાત જોતા તેમના પિતાને પણ નવાઈ લાગી.

એટલું જ નહિ જયારે બા નાના હતા અને સિમ માં રમતા હતા ત્યારે બે આખલા બાંધતા હતા તેમને જોઈ સૌ કોઈ ડર ને કારણે આમતેમ ચાલીયા જતા પરંતુ બા એ નાની ઉંમરે એક આખલાનું શિંગડું પકડી તેને પછાડી દીધો. પછી લોકો તેમને ચુડેલ માં તરીકે ઓળખવા મંડીયા. હવે અહીં લોકો પોતાની અનેક માનોકામના પુરી કરવા આવે છે.

નિઃસંતાન લોકો અહીં સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખે છે. અને માનતા પુરી થઇ ગયા બાદ અહીં ફોટો લગાડે છે. તેવીજ રીતે કુંવારા લોકો અહીં લગ્ન ની માનતા રાખે છે અને માનતા પુરી થતા બંને નો સાથે ફોટો મૂકે છે. માનતા પુરી થાત અહીં લોકો કંકુ અને શણગાર નો સામાન અને સાડી પણ ચડાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *