Gujarat

ગીતા રબારી વિરુદ્ધ હાલમાં કોઈ પગલાં નહિ લેવાય. હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત. જાણો તેના વિશે….

Spread the love

ગુજરાત રાજ્યની લોકગાયિકા ગીતા રબારીને ગુજરાત હાઈકોર્ટ માંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે ગીતા રબારી વિરુદ્ધ કાર્યવાહી મામલે વચ્ચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે. જેમાં કોર્ટે જણાવ્યું છે કે લોકગાયિકા ગીતા રબારી વિરુદ્ધ હાલમાં કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવશે નહીં.

સમગ્ર મામલે એ છે કે ઘાતક કોરોનાના કપરા કાળમાં ભુજ ના રેલડી ગામમાં લોકડાયરા નું આયોજન કરવા મામલે ગીતા રબારી સામે ફરિયાદ નોંધાઈ હતી. બીજી તરફ ફરિયાદ રદ કરવા મામલે ગીતા રબારી એમાં અરજી કરી હતી.

અવારનવાર વિવાદમાં આવતી લોકગાયિકા ગીતા રબારી સહિતના કલાકારો સામે જાહેરનામાના ભંગ અંગેની ફરિયાદ નોંધાઇ છે. મહત્વનું છે કે, ભૂજ નજીક રેલડીમાં ફાર્મ હાઉસમાં કોવિડના નિયમોના ધજાગરા ઉડાવીને ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં ગીતા રબારી, નિલેષ ગઢવી અને લક્ષ્મણ બારોટ સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં.

ભુજ તાલુકાના રેલડી ગામે ફાર્મ હાઉસમાં બોલાવી હતી ડાયરાની રમઝટ આ ડાયરામાં ભારે ભીડ ઉમટી પડી હતી અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ન હોતું જળવાયું. આ ડાયરાનો વીડિયો વાયરલ થયા બાદ અંતે ભૂજ તાલુકાના પધર પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગ અંગે ફરિયાદ નોંધાઇ છે. ભુજ તાલુકાના રેલડી ગામે ફાર્મ હાઉસમાં પેડી પ્રસંગે લોકગાયિકા ગીતા રબારી સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી.

આ ઘટનામાં પદ્ધર પોલીસ મથકે ડાયરાની વર્દી આપનારા ગાંધીધામના સંચાલક અને કોરોના મહામારી હોવા છતાંય ડાયરો યોજવાની સહમતિ દર્શાવનાર ગીતા રબારી સામે ફોજદારી દાખલ થઇ હતી.તારીખ 21 જૂનના રાત્રે રેલડી ફાર્મહાઉસ પર સંજયભાઇ ઠક્કરે ડાયરો યોજવાની અગાઉથી ગીતા રબારીને વાત કરી દીધી હતી. ગીતા રબારીએ પણ સહમતિ દર્શાવી હતી અને પોતાના ગ્રુપ સાથે હાજર રહીને લોકડાયરો યોજ્યો હતો.

જો કે કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ કલેક્ટરના જાહેરનામા તેમજ IPC ની 188, 269, 270 સહિતની કલમો તળે બંને સામે ફોજદારી નોંધાઇ હતી  ગીતા રબારીને હાઈકોર્ટે આપી રાહત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *