Gujarat

જાણો ગુજરાત ના કયા કયા ડેમો ની સપાટી મા કેટલુ પાણી થયુ અને ઓવરફલો…

Spread the love

રાજ્યમાં હાલ ગુલાબ વાવાઝોડાની અસર ઓછી થયા બાદ શાહીન વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જેને પગલે હજુ ત્રણ દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુલાબ વાવાઝોડાની અસરને પગલે આજે અનેક જિલ્લા અને શહેરોમાં વરસાદ પડી રહ્યો છે. બુધવારની સવારથી 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 139 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.

અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં 85 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. જે પાછલા 30 વર્ષની રાજ્યની સરેરાશ 840 મી.મી.ની સરખામણીએ 85 ટકા છે. કૃષિ વિભાગ મુજબ, 27 સપ્ટેમ્બર સુધીમાં 84 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. 206 ડેમોમાં 4.46 લાખ MCFT પાણીનો સંગ્રહ

સિંચાઈ વિભાગના અધિકારીઓ મુજબ રાજ્યના 206 ડેમોમાં 4 લાખ 46 હજાર 45 MCFT(મિલિયન ક્યુબિક ફિટ) પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહશક્તિના 80 ટકા છે. હાલ રાજ્યમાં 96 જળાશયો હાઈ એલર્ટ પર છે તો 9 જળાશય એલર્ટ પર છે. તેમજ 13 જળાશય વોર્નિંગ પર છે.

NDRFની 20માંથી 17 ટીમો ડિપ્લોય કરવામાં આવી
વરસાદને પગલે રાજ્યમાં NDRFની 20માંથી 17 અને SDRFની 11માંથી 8 ટીમોને ડિપ્લોય કરી દેવામાં આવી છે. NDRFની 20 પૈકીની સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર, પાટણ, મોરબી, દ્વારકા, પોરબંદર, ખેડા તથા ગાંધીનગરમાં એક એક ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. જ્યારે SDRFની 11 પૈકીની રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ખેડા ખાતે ડિપ્લોય કરવામાં આવી છે.

કરજણ ડેમનો નજારો કરજણ ડેમના 9 ગેટ ખોલીને 1.54 લાખ ક્યુસેક પાણી છોડ્યું સતત વરસી રહેલા વરસાદના કારણે નર્મદા અને ભરૂચ જિલ્લાને સિંચાઇનું પાણી પુરૂ પાડતા કરજણ ડેમની સપાટી વધીને 115.30 મીટરે પહોંચી ગઇ છે અને હાલ કરજણ ડેમના 9 દરવાજા ખોલી 1.54 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને કરજણ ડેમમાંથી પાણી છોડાતા કરજણ નદીના કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

સુરતના ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોતર વધારો બપોરે 12 વાગ્યે ઉકાઈ ડેમની સપાટી વધીને 341.36 ફૂટ સુરત માટે સતત ખતરાની ઘંટી સમાન રહેતા ઉકાઈ ડેમની સપાટી ઉપરવાસમાં સતત વધતાં વરસાદના કારણે વધી રહી છે. ઉકાઈની સપાટીને જાળવી રાખવી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. સાથે જ આવક વધતાં જાવક પણ વધારી દેવામાં આવી છે. બપોરે 12 વાગ્યે ઉકાઈ ડેમની સપાટી વધીને 341.36 ફૂટ પર પહોંચી ગઈ છે. ડેમમાં પાણીની આવક 3,10,523 ક્યુસેક નોંધાઈ છે. જેની સામે ડેમમાંથી આઉટ ફ્લો 2,05,755 કરવામાં આવ્યો છે. જો કે, ડેમમાંથી 2.50 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવે તો સુરતના નીચાણવાળા રાંદેર અને સેન્ટ્રલ ઝોનમાં પાણી ભરાઈ શકે

ભરૂચમાં 7 ઇંચ અને હાંસોટમાં 6.5 વરસાદ ખાબક્યો
ભરૂચમાં 7 ઇંચ અને હાંસોટમાં 6.5 વરસાદ ખાબક્યો છે, તો અંકલેશ્વરમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે ભરૂચ શહેરના ફુરજા, ડભોઈયાવાડ, સેવાશ્રમ રોડ, કસક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. સવારના નોકરિયાત વર્ગને ભારે હાલાકી પહોંચી હતી, તો અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા જાહેર કરી દેવામાં આવી હતી.

અમરેલીના જાફરાબાદમાં સવાચાર ઇંચ ખાબક્યો
આજે સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 139 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ અમરેલીના જાફરાબાદમાં 109 મિ.મી, ભરૂચમાં 102 મિ.મી., અમરેલીના રાજુલામાં 83 મિ.મી., ભાવનગરના જેસરમાં 83 મિ.મી. અને પાલિતાણામાં 75 મિ.મી., ભાવનગર તાલુકામાં 64 મિ.મી., તળાજામાં 63 મિ.મી, ગારિયાધારમાં 48 મિ.મી અને ઘોઘામાં 43 મિ.મી, ભરૂચના હાંસોટમાં 63 મિ.મી, અંકલેશ્વરમાં 55 મિ.મી., વાગરામાં 45 મિ.મી., ઝગડિયામાં 35 મિ.મી., વાલિયામાં 35 મિ.મી. વરસાદ ખાબક્યો છે.

ભાદર ડેમ-1 પણ ઓવર ફ્લો થઈ ગયો છે આજી ફરી ઓવરફ્લો, ભાદર ડેમ-1 અને 2ના તમામ દરવાજા ખોલ્યા રાજકોટમાં અનરાધાર વરસાદથી શહેરની જીવાદોરી સમાન આજીડેમ ફરીથી ઓવરફ્લો થયો છે. આ ઉપરાંત ગોંડલ અને આટકોટ ખાતે આવેલા કરણુકી ડેમ અને વેરી ડેમ પણ ફરી ઓવરફ્લો થયા છે. તેમાંય સૌરાષ્ટ્રનો સૌથી મોટો બીજા નંબરના ભાદર ડેમ-1 અને 2ના તમામ 29 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા હતા. હાલ ભાદરમાં 67700 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની આસપાસના 38 ગામો હાઈ એલર્ટ કરવામાં આવ્યા. તેમજ તથા મોજ ડેમના 8 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના હેઠળવાસમાં આવતા ગામોને નદીના પટ્ટમાં અવરજવર ન કરવા સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *