IndiaNational

ટ્રક અને એમ્બુલન્સ વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત જેના કારણે એક વ્યક્તિ ને પોતાનો જીવ ગુમવ્વો પડ્યો જ્યારે એક વ્યક્તિ……..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે. પરંતુ દરેક અકસ્માત આવી જ રીતે થતા હોય તેમ જરૂર નથી ઘણી વાર વાહન ચાલાક ની પોતાની ભૂલને કારણે પણ અકસ્માત સર્જાય છે. જેમાં તેને પોતાનો જીવ પણ ગુમાવવા પડે છે.

અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવાર પર શું વીત્તી હોય. તે આપણે સૌ જાણીએ છીએ કારણ કે પોતાના સ્વજનને ખોવાનું દુઃખ કેટલું હોય છે. તેનાથી આપણે સૌ માહિતીગાર છીએ. એમણે અહીં એક એવા જ અકસ્માત વિશે વાત કરવાની કે જ્યાં એક તેજ રફ્તાર એમ્બ્યુલન્સ એક ઉભેલા ટ્રક સાથે અથડાઇ ગઈ. જેને કારણે આ એમ્બ્યુલન્સ ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેની સાથે અન્ય વ્યક્તિ હતો તેને ગંભીર ઈજા પહોંચી હતી. તો ચાલો આપણે આ બનાવ અંગે વિગતો માહિતી મેળવવીએ.

મળતી માહિતી અનુસાર આ અક્સ્માત ગરખા પોલીસ સ્ટેશન વિસ્તારના પહાડપુર પાસેના રોડ પર સર્જાયો હતો. આ અકસ્માત સવાર ના લગભગ 3 વાગ્યા આસપાસ સર્જાયો હતો. કે જ્યારે આ એમ્બ્યુલન્સ છાપરા સદર હોસ્પિટલથી પટના રેફર કરાયેલ દર્દીને મૂકીને પાછી છપરા ફરી રહી હતી. તમને જણાવી દઈએ કે છપરા મુઝફ્ફરપુર નેશનલ હાઈવે પાસે ઉભેલા એક ટ્રક સાથે એક તેજ રફ્તાર એમ્બ્યુલન્સ જોરદાર ભટકાઇ ગઈ હતી. આ અકસ્માત ના કારણે આ એમ્બ્યુલન્સ ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

જો વાત આ એમ્બુલન્સ ચાલક ના સાથી અંગે કરીએ તો તે યુવક ને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માત ની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોચી અને મૃત્યુ પામેલા યુવકના મૃત દેહ ને પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેના પરિવારને સોંપવામા આવ્યું જ્યારે ઈજા ગ્રસ્ત વ્યક્તિ ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

જો વાત આ બંને યુવક અંગે કરીએ તો આ અકસ્માત માં મૃત્યુ પામનાર વ્યક્તિની ઓળખ સારણ જિલ્લાના રિવિલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના સમસુદ્દીન પુર ગામના રહેવાસી આશિષ ગુપ્તા કે જેમની ઉંમર 22 હતી તેમ થઈ છે. જ્યારે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિ ની ઓળખ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના દહિયાવાનમાં રહેતા 25 વર્ષીય લખન કુમાર તરીકે થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *