Gujarat

દિવાળીને લઈને દ્વારકા માં મોટા પાયે આયોજન આવી રીતે થઇ રહી છે તૈયારી અને આટલા કાર્યક્રમો જોવા મળશે આ દિવાળીના સમય માં…….

Spread the love

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલ દિવાળીનો સમય નજીક છે દિવાળી પોતાની સાથે અનેક તહેવારો લાવે છે. આવા તમામ તહેવારો સમગ્ર વિશ્વમાં ઘણાજ ધૂમ ધામ થી લોકો દ્વારા ઉજવવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે સૌ પ્રથમ દિવાળી અયોધ્યામાં ઉજવવામાં આવી હતી ભગવાન રામ પોતાનો 14 વર્ષ નો વનવાસ પૂરો કરીને જયારે પોતાના રાજ્યમાં પાછા ફર્યા હતા તે સમયે સમગ્ર નગર ના લોકોએ ભગવાન રામના આવવાની ખુશીમાં આખી નગરીને દિવાથી પ્રકાશીત કરી દીધી હતી. અને સમગ્ર નગર માં ઘણોજ હરખ જોવા મળ્યો હતો.

આજે પણ લોકો દિવાળીને એટલી જ ધૂમ ધામ થી જ ઉજવે છે દિવાળી આવતા પહેલાજ લોકો તેની ઉજવણીની તૈયારીઓ માં લાગી જાય છે આ સમય ગાલા માં લોકો અમેક ધાર્મિક સ્થળોએ પણ દર્શન કરવામાં જાય છે જેને લઈને ધાર્મિક સ્થળોમાં પણ દિવાળી નિમિતે ઘણીજ ચાહલ પહલ જોવા મળે છે હાલ આવીજ તૈયારીઓ દેવ ભૂમિ દ્વારકામાં પણ જોવા મળી રહી છે. અહીં દિવાળી નિમિતે ભગવાન કૃષ્ણ ના મંદિર ને રંગીન લાઈટો થી શણગારવામાં આવ્યું છે. અહીં દિવાળી ના દિવસે હાટડીના દર્શન જયારે નવા વર્ષ ના સમયે ગોવર્ધન પૂજા અને અન્નકોટ ના દર્શન ની વ્યસ્થા કરવામાં આવી છે.

દિવાળીના કારણે અહીં મંદિરમાં અનેક પ્રકાર ના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જો તમે પણ આ સમય ગાળામાં દ્વારકા ભગવાન દ્વારકાધીશ ના દર્શન માટે જવાના હોવ તો જાણીલો આટલી વસ્તુઓ. જો વાત દિવાળીના દિવસ ની કરીએ તો આ દિવસે એટલેકે ગુરુવાર અને 4/11/2021 ના રોજ મંદિર તેના નિત્ય સમયે ભક્તોને દર્શન માટે ખુલશે. જે બપોર ના 1 વાગ્યાના સમયે બંધ થશે. ત્યાર બાદ મંદિર ફરી 5 વાગ્યાથી 9 ને 45 મિનિટ સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે જે દરમિયાન ભક્તોને હાટડીના દર્શન નો લાભ મળશે.

ત્યાર બાદ બીજો દિવસ એટલકે 5/11/2021 અને શુક્રવાર ના નવ વર્ષે મંદિર સવારના 6 વાગ્યે મંગલા આરતી સાથે ખુલશે. જે બપોરના 1 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે. ત્યાર બાદ સાંજના સમયે ફરી એકવાર મંદિર 5 વાગ્યાથી 9 વાગ્યાને 45 મિનિટ સુધી ખુલ્લું રહેશે. જે દરમિયાન ભક્તોને અન્નકોટ ના દર્શન થશે. ત્યર બાદ તારીખ 6/11/2021 અને શનિવારે મંદિર સવારે 7 વાગ્યે મંગળા આરતી સાથે ખુલશે અને ભક્તો બપોરના 1 વાગ્યા સુધી ભગવાન કૃષ્ણના દર્શન કરી શકશે. જયારે સાંજે નિત્ય સમય પ્રમાણે દર્શન થશે. જયારે બારસ, ધન તેરશ અને રૂપ ચૌદસ ક્ષય, દિવાળી, નવ વર્ષ, ઉપરાંત અન્નકૂટ ઉત્સવ સાથો સાથ ભાઈ બીજ ના તહેવાર નિમિતે અલગ અલગ કાર્યક્રમ નું અને દર્શન નુ આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *