Gujarat

રાજુલામાં ટ્રકે અને બાઈક વચ્ચે એક્સિડન્ટ સર્જાતા માતા-પિતા અને પુત્રનું અવસાન થયું…

Spread the love

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના અમરેલી જિલ્લાના રાજુલામાં સામે આવી છે. અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળ પર એકઠા થઈ ગયા હતા. લોકોએ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.

પોલીસ દ્વારા 108ની મદદથી 3 લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક જ પરિવારના સભ્યોના ત્રણ લોકોના મોત થયા હોવાના કારણે પરિવારના અન્ય સભ્યો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં ત્રણેય મૃતદેહની હાલત એવી થઇ ગઈ હતી કે, કોઈની હિંમત પણ મૃતદેહને હટાવવાની થતી નહોતી.

રિપોર્ટ અનુસાર અમરેલીના રાજુલામાં બપોરના સમયે ચારનાળા રોડ પર એક અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં એક ટ્રકે રસ્તા પર જતા બાઈકને અડફેટે લીધું હતું. માતા-પિતા સંતાન સાથે બાઈક લઇને બહાર જઈ રહ્યા હતા. તે સમયે રાજુલાના ચારનાળા રસ્તા પર બેફામ બનેલા એક ટ્રકે પરિવારના ત્રણ સભ્યો સવાર હતા તે બાઈકને અડફેટે લીધી હતી.

આ ઘટનામાં બાઈક પર સવાર માતા-પિતા અને પુત્રને ગંભીર ઈજા થવાના કારણે ત્રણેયનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાને પગલે રાહદારીઓ એકઠા થઇ ગયા હતા. બેફામ બનેલા ટ્રકના કારણે આખો પરિવાર સાફ થઇ ગયો. ઘટના સ્થળ પર એકઠા થયેલા લોકોએ આ ઘટનાની માહિતી પોલીસને આપતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. ત્યારબાદ પોલીસે આ માહિતી મૃતકોના પરિવારના સભ્યોને આપતા તેઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

પરિવારના ત્રણ સભ્યોની લાશ સામે જોઈએ અન્ય સભ્યોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. ત્યારબાદ આ ઘટનાની માહિતી ધારાસભ્ય અંબરીશ ડેરને મળતા તેઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે મૃતકોના પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ પોલીસે 108ની મદદથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ખસેડીને સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી સોમનાથ-ભાવનગર હાઈ-વે પર ફોર-લેનનું કામ ચાલી રહ્યું છે. ત્યારે રાજુલા પંથકના આ રસ્તા પર અવાર નવાર અકસ્માતની ઘટના સામે આવે છે. રાજુલાની નજીક પીપાવાવ પોર્ટ હોવાના કારણે રસ્તા પર હેવી વાહનોની અવર જવર સતત શરૂ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *