Gujarat

રાત્રે 8 વાગ્યા ના સમયે લાખણી ભારત પેટ્રોલ પંપે થયું અકસ્માત, જેમા બે લોકો…..

Spread the love

લાખણીમાં ભારત પેટ્રોલ પંપ નજીક ગત મોડી રાત્રે 8 વાગ્યાના સમયે અલ્ટો ગાડીના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી રાહદારી 4 વર્ષીય બાળકી સહીત 2 લોકોને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાહદારી 4 વર્ષીય બાળકી અને યુવક ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ગઈકાલ રાત્રે લાખણીમાં આવેલ ભારત પેટ્રોલ પંપ નજીક એક અલ્ટો ગાડીના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતાં રોડ પર ચાલી રહેલ મજુર વર્ગીય પુરુષ અને 4 વર્ષની બાળકીને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો.

આ બનાવની જાણ થતાં આજુબાજુના લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. જેમાં રોડ પર ચાલી રહેલ 4 વર્ષીય બાળકી અને એક પુરુષને અલ્ટો ગાડી અડફેટે લેતાં ગંભીર ઈજા થઈ હતી. જેમને 108 મારફતે લાખણી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *