India

વિજ્ઞાનીકો ને મળી 800 વર્ષ જૂની મમી પણ હતી એવી હાલતમાં કે જેને જોઈને વૈજ્ઞાનિકો પણ…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણી આ સમગ્ર દુનિયા એક અજુબા સમાન છે જેમાં આપણે અવાર નવાર અનેક રહસ્યમય વસ્તુઓ જોતાં હોઈએ છિએ. દુનિયામાં અનેક એવી ઘટનાઓ પણ બને છે કે જે આપણને વિચારમાં મુકીદે છે. જેના કારણે આપણી સામે ઘણા નવા પ્રસનો સામે આવે આવે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માનવનો ઈતિહાસ ઘણો જૂનો છે. જેના કારણે દુનિયાના વિવિધ ખૂણાઓ માંથી અનેક એવી વસ્તુઓ મળે છે કે જે સૌકાઓ જૂની માનવામાં આવે છે. આવી વસ્તુઓને જોતાં આપણને આપણા જીવન અને જૂની સભ્યતાઓ અંગે માહિતી મળે છે. અને અનેક એવી બાબતો સામે આવે છે કે જે આપણા વિચારોને બદલી નાખે છે.

આપણે સૌ મમી વિશે જાણીએ છિએ. પહેલાના સમયમા જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામતા ત્યારે તે પૈકી અમુક લોકોને કબરમા રાખવામાં આવતા હતા કે જેથી તેના શરીર ને લાંબા સમય સુધી રાખી શકાય. આવા જ એક મમીને લગતો બનાવ સામે આવ્યો છે કે જ્યા વેજ્ઞાનિકો ને જમીન માંથી લગભગ 800 વર્ષ પહેલાની મમી મળી આવી છે.

મિત્રો જણાવી દઈએ કે આ ઘટના પેરુની છે કે જ્યાં વેજ્ઞાનિકો ને પેરુના મધ્ય કિનારા પાસે અંદાજે આઠસો વર્ષ જૂની એક મમી મળી આવી છે. જણાવી દઈએ કે વેજ્ઞાનિકો એ આ મમી વિશે ઘણા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. જો વાત આ મમી વિશે કરીએ તો આ મમી ઘણા વર્ષોથી જમીનની નીચે વિચિત્ર રીતે દફનાવવામાં આવી હતી.

જણાવી દઈએ કે આ મમીને ખાસ કપડાથી બાંધવામાં આવી હતી. અને મમીના હાથને તેના મોં પર દોરીની મદદથી બાંધવા માં આવ્યા હતા. આ ઉપરાંત મમીના પગ પણ બાંધી દેવામાં આવ્યા હતા. આ જોઈને એવું લાગે કે જાણે આ મમીને બેઠેલી સ્થિતિમાં બાંધી દેવામાં આવ્યો હતો.

જોકે વેજ્ઞાનિકો ને હજુ સુધીએ ખબર નથી પડીકે આ મમી પુરુષની છે કે સ્ત્રી છે. પણ વેજ્ઞાનિકો એ એવું જણાવ્યું છે કે જ્યારે પણ આ મમી ને બાંધવામા આવી હશે ત્યારે તેની ઉંમર લગભગ 25 થી 30 વર્ષની વચ્ચે હશે. આ ઉપરાંત વેજ્ઞાનિકો ને અન્ય અનેક પ્રકારની વસ્તુઓ મળી છે. જેમાં વાસણથી લઈને સડેલા શાકભાજીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પથ્થરના ઓજારો પણ મળી આવ્યા છે. જણાવી દઈએ કે મમીને ખાડામાંથી બહાર કાઢવામાં આવી છે તે ઉચ્ચ ભારતીય વિસ્તારની રહેવાસી હોવાનું માનવામાં આવે છે.

આ મમી લીમા શહેરની બહાર મળેલી ભૂગર્ભ કબરની અંદર મળી આવી હતી. હાલમાં મમી પાસેથી મળેલી વસ્તુઓ વિશે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. સંશોધકો હવે કબર અને મમીનો અભ્યાસ કરી રહ્યા છે જેથી મમી અંગે વધુ માહિતી મેળવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *