Gujarat

વૃધ્ધ દંપતી એ એક સાથે આત્મહત્યા કરી ફ્લેટ ના 12 મા માળેથી

Spread the love

રાજકોટમાં આર્થિક ભીંસના કારણે વૃદ્ધ દંપતી ગોપાલભાઇ ચાવડા (ઉં.વ.60) અને નિર્મલાબેન ચાવડા (ઉં.વ.60)એ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. શહેરના કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ હેવન એપાર્ટમેન્ટના બારમા માળે પોતાના ફ્લેટમાં જ ચાવડા દંપતીએ સજોડે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી છે. ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ દોડી જઇ બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. દંપતીના પુત્રએ પોલીસ સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રેડીમેડ કપડા બનાવવાના કારખાનામાં મોટુ નુકસાન આવતા મારા માતા-પિતાએ આ પગલું ભરી લીધું છે.

આર્થિક સંકડામણ વધી ગઈ હતી ગોપાલભાઈ ચાવડા રેડીમેડ કપડા બનાવવાનું કારખાનું ચલાવતા હતા. પરંતુ કોરોનામાં લોકડાઉનના કારણે મોટું નુકસાન થતા આર્થિક સંકડામણ વધી ગઈ હતી. જેના કારણે આપઘાત કર્યાનું મૃતકના પુત્રએ પોલીસ નિવેદન જણાવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો દોડી આવ્યો હતો. એપાર્ટમેન્ટના બારમાં માળે ગોપાલભાઈ ચાવડા અને નિર્મલાબેન ચાવડાના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.

પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા દંપતી ફ્લેટમાં એકલું રહેતું હતું પોલીસના જણાવ્યા મુજબ આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કોરોનામાં લોકડાઉનના કારણે કારખાનામાં મોટુ નુકસાન પહોંચતા આ પગલું ભર્યાનું પરિવારજનોએ જણાવ્યું છે. હાલ વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે ચાવડા દંપતી એકલા જ આ ફ્લેટમાં રહેતા હતા. ઘટનાની જાણ થતા જ મૃતક દંપતીનો પુત્ર પણ દોડી આવ્યો હતો.

આર્થિક સંકડામણથી પગલું ભર્યાનું કારણ અગાઉ બે પિતરાઈએ બહેન સાથે આપઘાત કર્યાનો બનાવ બન્યો હતો 3 મહિના પહેલા રાજકોટના મનહરપુરમાં રહેતા બાંભવા પરિવારનાં ત્રણ પિતરાઇ ભાઇ-બહેને વેજાગામ વાજડીમાં આવેલા કૂવામાં પડતું મૂકી સામૂહિક આપઘાત કરી લીધો હતો. જામનગર રોડ પરના મનહરપુર ઢોળા પાસે રહેતા કવા પબા બાંભવા (ઉં.વ.16), તેની પિતરાઇ બહેન પમી હેમાભાઇ બાંભવા (ઉં.વ.18) અને રેલનગરના સંતોષીનગરમાં રહેતા પિતરાઇ ડાયા પ્રભાતભાઇ બાંભવા (ઉં.વ.17)એ સજોડે આપઘાત કરી લેતાં બાંભવા પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *