IndiaNational

સમય પહેલા જનમ્યા અને અનેક મુસીબતો નો સામનો કરીને આ બાળકે બનાવ્યો ઈતિહાસ અને…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી એ કુદરતની અનમોલ રચના છે આપણે ઘણી વખત આપણી આસપાસ અનેક આશ્ચર્યજનક ઘટનાઓ જોતા અને સફળતા આપે છે. અને એવા બનાવો બનતા હોય છે કે જે આપણે વિચારમાં મૂકી દીધી છે. લોકો આવી ઘટનાઓ ચમત્કાર કહે છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ દરેક આશ્ચર્યજનક ઘટના પાછળ કંઈક ને કંઈક રહસ્ય રહેલું હોઈ છે.

મિત્રો દરેક વ્યક્તિના અને પરિવારના જીવનમાં બાળક ઘણું મહત્વ ધરાવે લગ્ન બાદ દરેક દંપતી ની ઈચ્છા સારા માતા પિતા બનવાની અને પોતાના સંતાનને સારામાં સારો ઉછેર આપવાની અને તેને વ્યવસ્થિત કેળવણી કરવાની ઈચ્છા રહેતી હોય છે. પરિવારમાં બાળકના આગમનની સાથે જ ખુશીનો માહોલ સર્જાય છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ તેમ બાળકોના જન્મ સમયે પણ અનેક એવી ઘટનાઓ બને છે એ ઘણી જ આશ્ચર્યજનક છે.

આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે બાળક તેના જન્મના સમય પહેલાં જ જન્મી જાય છે. જો કે આવા બાળકોની સંખ્યા ઓછી હોય છે પરંતુ પોતાના જન્મ સમય પહેલા જનમ્તા બાળકો પૈકી ઘણા એવા બાળકો હોય છે જે પોતાના જીવનની રેસ પૂરી કરી શકતા નથી અને જન્મના થોડા સમયમાં જ મૃત્યુ પામી જાય છે. પરંતુ આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં એક બાળક ફક્ત પાંચ મહિનામાં જ જન્મી ગયું અને ડોક્ટર પરિવાર મહેનતના કારણે આ બાળક હાલ સ્વસ્થ છે. અને તેણે એક ઈતિહાસ રચ્યો છે.

જો બનાવ વિશે વિગતે વાત કરીએ તો તમને જણાવી દઈએ કે આ ઘટના ઇંગ્લેન્ડ ના બર્મિંગહામા આવેલ અલાબામા ની છે અહીં એક વર્ષ પહેલા કર્ટિસ મીન્સ નામક એક બાળક નો જન્મ થયો હતો. પરંતુ આશ્ર્ચર્ય ની વાત એ છેકે આ બાળક ફક્ત 21 અઠવાડિયા માં જન્મી ગયું હતું. એટલે કે આ બાળક નો જન્મ માત્ર પાંચ મહિના આસપાસ થયો હતો. આપણે સૌ જાણીએ છિએ કે બાળકના જન્મ માટે નવ થી દસ મહિનાનો સમય લાગે છે.

હવે વાત જો આ બાળક અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે આ બાળક ની માતા નું નામ મિશેલ બટલર છે. આપણે સૌ જાણીએ છિએ કે જયારે પણ બાળક પોતાના જન્મ ના સમય પહેલા જન્મે ત્યારે આવા બાળકોનો પૂર્ણ વિકાસ થયેલો ના હોવાથી તેને અનેક સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. જેના કારણે તેને ઘણી વખત પોતાનો જીવ પણ ગુમવ્વો પડે છે. જો વાત આ મહિલા અંગે કરીએ તો તેમણે પણ પાંચ મહિનામાં જુડવા બાળકોને જન્મ આપ્યો હતો.

આ પૈકી એક બાળક મૃત્યુ પામ્યું જ્યારે ફક્ત કર્ટિસનો જ જીવ બચાવી શકાયો. તમને જણાવી દઈએ કે તેનો જન્મ જુલાઈ 2020 મા થયો હતો. આ સમય દરમિયાન મિશેલ ને જ્યારે પ્રસૂતિની પીડા શરૂ થઈ ત્યારે તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. અને તેમણે બીજા દિવસે જોડિયા બાળકો ને જન્મ આપ્યા હતા જેમાંથી કર્ટિસ એક જ બચ્યો હતો.

જો વાત બાળક અંગે કરીએ તો તમને જાણીને નવાઈ લાગશે કે જન્મ સમયે કર્ટિસનું વજન ફક્ત 420 ગ્રામ હતું. જો કે જન્મ પછી સાચી તકલીફો શરૂ થઈ. સમય પહેલા જન્મના કારણે તેને અનેક સમસ્યાઓ નો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે જન્મ પછી કર્ટિસને ઘણા દિવસો સુધી ICU માં રાખવામાં આવ્યો હતો. તેને લગભગ 3 મહિના સુધી વેન્ટિલેટર પર રખાયો હતો અને હોસ્પિટલમાં 275 દિવસ ગાળ્યા પછી આ બાળકને રજા આપવામાં આવી.

શરૂઆત માં કર્ટિસ ન તો તેના મોં દ્વારા શ્વાસ લઈ શકતો કે ન તો ખોરાક ખાઈ શકતો હતો. જેના કારણે ડૉક્ટરોએ તેને આ બંને કામ કરવાનું શીખવ્યું. આ તમામ મુશ્કેલીઓ નો સામનો કરીને હાલ કર્ટિસ 1 વર્ષથી વધુનો છે પરંતુ હજુ પણ તેને પૂરક ઓક્સિજન અને ફીડિંગ ટ્યુબની જરૂર છે. જોકે તે હવે પહેલા કરતા સ્વસ્થ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *