Gujarat

સરકારી વિભાગો માં મોટી ભરતી જાણો કઈ જગ્યાએ કેટલી જગ્યા છે બાકી…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આજ કાલ લોકો ની ઇચ્છા સારી નોકરી મેળવીને સારી આવક મેળવવાની છે. આ માટે લોકો ઘણી મહેનત પણ કરતા હોઈ છે. જો કે વાત આપણા ભારત દેશ અંગે કરીએ તો દેશ ના ઘણા યુવાનો ની ઇચ્છા સરકારી નોકરી મેળવવાની હોઈ છે.

જો કે આ પસંદ લગભગ દરેક ની હોઈ છે. સરકારી વિભાગોમાં વિવિધ પરીક્ષાઓ આપી ને અલગ અલગ પદો પર કાયમ થવાનું સ્વપ્ન અનેક લોકો જોતાં હોઈ છે. જો કે પોતાના આ સપના પૂરા કરવા માટે અનેક લોકો તનતોડ મેહનત પણ કરતા હોઈ છે જો તમે પણ આવી સરકારી નોકરી ની રાહ જોવો છો તો આ અહેવાલ તમારાં માટે છે. આજે આપણે અહીં સરકારી ભરતી ની જગ્યા અને તેની માટે જરૂરી વિધિ ની વાત કરશું.

મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા થોડા સમય માંજ ગૃહ વિભાગ દ્વારા 100 દિવસોમાં 27,000 થી પણ વધારે જગ્યાઓ ની ભરતી અંગે ની વિવિધ પ્રક્રિયા શરૂ થઈ હતી. તેમણે નક્કી કરેલ આ જ્ગ્યઓ પછી હવે ગુજરાત પોલીસ દ્વારા LRD એટલે કે લોકરક્ષક દળની 10,459 જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાત કરવામા છે. આ જાહેરાત ને લઈને અત્યાર સુધીમા કુલ 9.46 લાખ જેટલી અરજીઓ મેળવવામા આવી છે.

જો વાત વિવિધ પરીક્ષાઓ કઈ રીતે લેવામાં આવશે અને તેના ટાઈમ ટેબલ અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે એક પ્રેસ-કોન્ફરન્સમાં આવનારી વિવિધ પરીક્ષાઓ માટે કોલ લેટર અને શારીરિક અને લેખિત પરીક્ષા અંગેની માહિતી આપી હતી.

જો વાત આવી પરીક્ષા અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે આ પરીક્ષા ની શારીરિક પરીક્ષા બે મહિના સુધી ચાલશે. એટલે કે જો શારીરિક કસોટી 10 ડિસેમ્બરે શરૂ થાય તો એ 10 ફેબ્રુઆરી સુધી ચાલસે. જયારે માર્ચ મહિના ના પ્રથમ અઠવાડિયામાં કોન્સ્ટેબલ ની લેખિત પરીક્ષા લેવાઇ શકે છે. જે બાદમા આ પ્રક્રિયામાં આવતી સમસ્યાઓના આધારે તારીખો મા ફેરફાર થઈ શકશે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ તેમ હાલમા જ સરકાર દ્વારા સરકારી ભરતી ની વિવિધ પરીક્ષા ને લઈને વય મર્યાદામાં છુટ છાટ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આવનારા સમય માં લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212 જ્ગ્યઓ પર જ્યારે હથિયારધારી કોન્સ્ટેબલની 797 જ્ગ્યઓ પર આ ઉપરાંત એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યાઓ પર ભરતી થશે. આ તમામ ભરતીઓ માં મહિલાઓ માટે એસઆરપી સિવાયની અન્ય બીજી બંને કેટેગરી માટે કુલ મળીને 1983 જગ્યા અનામત રખવામા આવશે. જો વાત પરીક્ષા માટે યોગ્ય ઉંમર અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 34 વર્ષ રાખી છે. જ્યારે શારીરિક પરીક્ષા પાસ થનારા ઉમેદવાર લેખિત પરીક્ષા આપી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *