Gujarat

સાવરકુંડલા ના પટેલ પરીવારે અનોખી રીતે પોતાના પુત્ર નુ દાન કર્યુ, જાણો વગતે

Spread the love

સાવરકુંડલામા આજે ગુરૂપુર્ણિમાના પાવન પર્વે અહી આવેલ માનવ મંદિર આશ્રમ ખાતે મધ્યપ્રદેશના હરદા શહેરના પરિવારે ગુરૂ દક્ષિણામા પુત્રનુ દાન કરી ગુરૂપુર્ણિમાની ઉજવણી કરી હતી. અહી પુ.ભકિતબાપુના સાંનિધ્યમા હાલ 54 મનોરોગી મહિલાઓની સેવા ચાકરી કરવામા આવી રહી છે. જયારે 92 જેટલી મહિલાઓ સ્વસ્થ થઇ સમાજમા પુન: સ્થાપન થઇ છે.

માનવ મંદિર આશ્રમ ખાતે મધ્યપ્રદેશના હરદા શહેરમા રહેતા ઘનશ્યામભાઇ પટેલ તેમના પરિવાર સાથે આજે ગુરૂપુર્ણિમાના પાવન પર્વે આશ્રમ ખાતે આવ્યાં હતા. અહી તેમણે બે પુત્રો પૈકી સાત વર્ષના સોહમ નામના પુત્રને ગુરુદક્ષિણામા આશ્રમને દાનમા આપી દઇ એક સામાજિક અને અદભુત ફરજ પૂરી કરી હતી.

ગુરુપૂર્ણિમાના પૂર્વ સંધ્યાએ હરદા શહેરથી ઘનશ્યામભાઈ પટેલ અને તેમના પરિવાર સાવરકુંડલા માનવ મંદિર આવી પહોંચ્યો હતો. અને આ સાત વર્ષના પુત્રને ગુરુ પૂ.ભક્તિ બાપુના ચરણોમાં સમર્પિત કર્યો હતો.

બાપુએ પણ રાજીપો વ્યક્ત કરી સોહમને સપ્રેમ સ્વીકારી તેમના અભ્યાસ તેમજ ઉછેર અને સંસ્કારની જવાબદારી પૂર્વક ફરજ અદા કરવાનું પણ આ પરિવારને વચન આપ્યું હતુ.સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં દીકરાના દાન દુધરેજની જગ્યામાં આપવામાં આવે છે. અને સ્વીકારવામાં પણ આવે છે.

ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં માનવ મંદિરમાં આ પ્રથમ દાખલો એવો છે કે જ્યા દીકરાનું દાન મળ્યું. માનવમંદિર એટલે આજથી સાત વર્ષ પહેલા રામાયણના સુપ્રસિદ્ધ કથાકાર ભક્તિબાપુએ નિસ્વાર્થ ભાવે અને સેવાની ભાવનાથી સ્થપાયેલ આશ્રમ. આશ્રમમાં નિરાધાર રખડતા ભટકતા મનોરોગી મહિલાઓને વિનામૂલ્યે દાખલ કરી સમાજમાં પુન સ્થાપિત કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *