Gujarat

સાવાધન ! પૃથ્વી પર આવી રહી છે મોટી આફત અંતરિક્ષ માંથી આવે છે આ વસ્તુ જે પૃથ્વી પર સર્જી શકે છે…….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય વિજ્ઞાન અને ટેકનોલોજી નો સમય છે હાલના સમય માં વિજ્ઞાનએ આટલી બધી પ્રગતિ કરી હોવા છતા પણ એવી અમુક વસ્તુઓ છે કે જે અંગે ની માહિતી આધુનિક વિજ્ઞાન પાસે નથી. આવી જ એક બાબત અંતરિક્ષ છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી પૃથ્વી આકાશ મંડળ ની અલગ અલગ વિવિધ ગેલેક્ષીઓ પૈકીની એક ગેલેક્ષીનો ભાગ છે.

અંતરિક્ષ માં એવી અનેક વસ્તુઓ ઘૂમી રહી છે કે જેના અંગે માનવીને જાણકારી નથી. કે જેના પર આપણું નિયંત્રણ નથી. આમ અંતરિક્ષ એ દરેક લોકો અને ખાસ કરીને વિજ્ઞાનીઓ માટે રસ નો વિષય છે. પરંતુ આજ અંતરિક્ષ માંથી પૃથ્વી માટે એક ગંભીર સમાચાર સામે આવી રહ્યા છે.

વિજ્ઞાનીકો ના જણાવ્યા અનુસાર અવકાશમાં ફરતા ઘણા એસ્ટરોઇડ્સ પૃથ્વી માટે ખતરો સાબિત થઈ રહ્યા છે. આમતો ઘણા લઘુગ્રહો દર મહિને પૃથ્વીની પરિભ્રમણ કક્ષામાં આવતા હોઇ છે પરંતુ ઘણી વાર આવા લઘુગ્રહો એટલા મોટા હોય છે કે તે પૃથ્વીના વાતાવરણમાં આવ્યા પછી પણ નાશ પામતા નથી.

હાલ આપણી પૃથ્વી પર આવા જ એક લઘુગ્રહ ની ખતરો જોવા મળી રહ્યો છે. આવોજ એક મોટો લઘુગ્રહ હાલના સમય માં પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. આ લઘુગ્રહ ને લઈને નાસાએ ચેતવણી આપી છે. નાસાના જણાવ્યા અનુસાર એફિલ ટાવર જેટલો મોટો લઘુગ્રહ પૃથ્વી તરફ આવી રહ્યો છે.

જો વાત આ લઘુગ્રહ ના કદ અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે આ લઘુગ્રહ નું કદ ફૂટબોલ મેદાન કરતાં ત્રણ ગણું મોટું છે. આ લઘુગ્રહ ને નાસાએ 4660 નેરિયસ એવું નામ આપ્યું છે. નાસા દ્વારા આ લઘુગ્રહ ને ખૂબ જ ખતરનાક લઘુગ્રહ ની યાદીમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. નાસાના એસ્ટરોઇડ મોનિટર વિભાગે કહ્યું છે કે આ લઘુગ્રહ લગભગ 11 ડિસેમ્બર ની આસ પાસ પૃથ્વીની નજીક આવશે.

જો વાત પૃથ્વી થી આ લઘુગ્રહ ના અંતર વિશે કરીએ તો હાલ આ લઘુગ્રહ પૃથ્વીથી 3.9 મિલિયન કિલોમીટર દૂર છે. જો અવકાશ સંદર્ભ નું માનીએ તો આ લઘુગ્રહ અવકાશમાં આવેલા 90 ટકા લઘુગ્રહ કરતા મોટો છે. આ લધુગ્રહ ની શોધ વર્ષ 1982 માં થઈ હતી અને તે એપોલો જૂથના સભ્ય છે. આ લઘુગ્રહ પૃથ્વીની નજીક સૂર્યની ભ્રમણકક્ષામાંથી પણ પસાર થશે.

જો કે આ લઘુગ્રહ ના ગયા પછી પૃથ્વી ની ચિંતા પૂરી થતી નથી પરંતુ ત્યાર બાદ બીજો એક મોટો લઘુગ્રહ પૃથ્વી તરફ આવી રહ્યો છે. લગભગ 17 વર્ષ પછી આ લઘુગ્રહ કે જેનું નામ 2004 ઉએ છે તે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. જો વાત તેના આકાર વિશે કરીએ તો તે લગભગ 1246 ફૂટ વ્યાસનો છે. આ લઘુગ્રહ 13 નવેમ્બરે પૃથ્વીની નજીકથી પસાર થશે. હાલ તે પૃથ્વીથી માત્ર 2.6 લાખ કિલોમીટર દૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *