Gujarat

સુરત નો એક માસૂમ બાળક ચોથા માળે થી નીચે પડતા કરુણ મોત ! માતા-પિતા પર દુ:ખ નો…

Spread the love

ઘરમાં નાનું બાળક હોય તો તેની દેખરેખ સતર્કતાથી રાખવી જોઈએ કારણ કે ક્યારેક થોડી પણ બેદરકારી બાળક માટે જીવલેણ સાબિત થઇ શકે છે. ઘણીવાર એવા કિસ્સા સામે આવ્યા હોય છે. ત્યારે સુરતમાં આવી જ એક ઘટના સામે આવી છે. 2 વર્ષ નું બાળક ચોથા માળેથી નીચે પટકાવાના કારણે મોત થયું હતું.

રિપોર્ટ અનુસાર આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં છે. લિંબાયતના પ્રતાપનગરમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં વસીમ અન્સારી નામના વ્યક્તિ તેના પરિવારની સાથે રહે છે.વસીમ બે વર્ષનો એક દીકરો હતો. તેનું નામ વારીસ અન્સારી હતું. વસીમ અન્સારી ટાઈલ્સ ફીટીંગનું કામ કરે છે. શનિવારના રોજ જ્યારે તેઓ કામ પર ગયા હતા તે સમયે બપોરે તેમની પત્ની ઘરે નથી જમ્યા બાદ બપોરે દીકરાને મોબાઈલ આપી વોશરૂમ ગઈ હતી.તે સમયે મોબાઇલમાં કાર્ટૂન જોતા જોતા વારીસ અન્સારી ચોથા માળેથી નીચે પટકાયો હતો.

જ્યારે વારીસની માતા વોશરૂમમાંથી આવી ત્યારે દીકરો બેડ પર જોવા મળ્યો ન હતો. તેથી તેને બાળકની શોધખોળ શરૂ કરી હતી અને અંતે જાણવા મળ્યું હતું કે, બાળક બારીમાંથી નીચે પડી ગયું છે. તે તાત્કાલિક તે બાળક પાસે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલા બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ત્યારબાદ આ ઘટનાની જાણ વારીસની માતાએ વસીમ અન્સારીને કરતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને વારીસની સારવારના 55 કલાક દરમિયાન પરિવારના સભ્યોએ 50 હજાર કરતા પણ વધારે રૂપિયાનો ખર્ચ કર્યો હતો પરંતુ તે બે વર્ષના દીકરાને બચાવી શક્યા ન હતા.જોકે મહત્ત્વની વાત એ છે કે, વારીસ બેડ પર મોબાઇલમાં કાર્ટૂન જોઈ રહ્યો હતો કે, બેડ અને બારી વચ્ચે માત્ર બે ફૂટ જેટલું અંતર હતું અને આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જેમાં જ્યારે વારીસ બારીમાંથી નીચે પટકાયો હતો. ત્યારે રસ્તા પરથી પસાર થતો વ્યક્તિ તરત જ દોડીને બાળકને પકડી લે છે અને ત્યારબાદ આસપાસના લોકો એકઠા થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *