Gujarat

સુરેન્દ્રનગર હાઈવે ઉપર બસ અને લક્ઝરી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો ! અકસ્માત મા બે લોકો ના…

Spread the love

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે રક્તરંજિત બની જવા પામ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે આજે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ લીમડી હાઇવે ઉપર ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે ઘટના સ્થળે જ બે લોકોના મોત નિપજ્યા છે જેને લઇને ચકચાર મચી જવા પામ્યો છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી હાઇવે ઉપર આવેલા કાનપરા ગામના પાટિયા પાસે બંધ પડેલા ટ્રક પાછળ ખાનગી બસ અથડાતા ઘટનાસ્થળે બે લોકોના મોત નિપજ્યા છે અન્ય બેને ગંભીર ઈજાઓ થવા પામી છે અને 30 લોકોનો આજુબાજુના લોકો દ્વારા આબાદ બચાવ કરાવી લેવામાં આવ્યો છે અને જે નાની મોટી ઈજાઓ પહોંચી છે જેમને લીમડી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.

મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે ઉપર સવારે પાંચ વાગ્યે મુંબઈ થી પોરબંદર તરફ જઇ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ નો અકસ્માત ટ્રક સાથે થયો છે ડ્રાઈવરને ઝોકુ આવી જતા ટ્રાવેલ્સ ચાલક દ્વારા ટ્રકની પાછળ ધડાકાભેર બસ અથડાવતા માં આવી છે. ત્યારે આ બસ અથડાતા ઘટનાસ્થળે લોકોના મોત નિપજવા પામ્યા છે બંનેને પીએમ અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે અને અન્ય બેને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર હેઠળ લીંબડી ખાતે રાખવામાં આવ્યા છે.

ત્યારે બાબતની જાણકારી લીમડી પોલીસ ના કર તાત્કાલિક પડે હાઇવે ઉપર લીમડી પોલીસ દોડી ગઇ હતી અને લીમડી ડીવાયએસપી ચેતનભાઇ મુંધવા પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રોડ રસ્તા ખુલ્લા કરાવવાની કામગીરી આરંભી હતી ત્યારે અકસ્માતના પગલે ગુનો દાખલ કરી અને આ મામલે વધુ પોલીસ તપાસ લીમડી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગરના લીંબડી હાઈવે રક્તરંજિત બનતો જઈ રહ્યો છે: 15 દિવસમાં છ લોકોના મોત નિપજ્યા સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી હાઇવે ઉપર અવાર નવાર અકસ્માતોના બનાવો વધતા જઈ રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઈવે રક્તરંજિત બનતો જઈ રહ્યો છે નાના-મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે જેમાં છેલ્લા પંદર દિવસમાં છ લોકો મોતને ભેટયા છે જેને લઇને ચકચાર મચી જવા પામ્યો છે કારણકે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ હાઈવે છે ત્યાં રોજ નાના-મોટા અકસ્માતો થતાં હોય છે ત્યારે છેલ્લા પંદર દિવસમાં અલગ અલગ અકસ્માતમાં ૬ લોકો મોતને ભેટયા છે.

ખાનગી લક્ઝરી બસ મુંબઈ થી પોરબંદર જઈ રહી હતી બંને મૃતકો મુંબઇ તરફના હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ ઓળખ હજુ બાકી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે અકસ્માતના પગલે બે લોકોના ઘટના સ્થળે મોત નિપજવા પામ્યું છે પ્રાથમિક તપાસમાં ટુર માં જઇ રહેલી ખાનગી બસ મુંબઈ થી પોરબંદર જઈ રહી હતી તે સમયે ડ્રાઈવરને ઝોકુ આવી જતા બંધ પડેલા ટ્રક પાછળ ટ્રાવેલ્સ ધડાકાભેર અથડાઈ હતી ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે બંને મૃતકો મુંબઇ તરફના હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે ત્યારે હજુ સુધી તેમની કોઈપણ જાતની ઓળખ મળી નથી.

30 લોકોનો આબાદ બચાવ અકસ્માતના પગલે કરવામાં આવ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી હાઇવે ઉપર કાનપર ના પાટીયા પાસે અકસ્માત સર્જાયો છે જેમાં બે લોકોના મોત નિપજ્યા છે અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ થવા પામી છે ત્યારે ત્યાંથી પસાર થતા વાહનચાલકો દ્વારા તાત્કાલિક ધોરણે સમયસૂચકતા વાપરીને બસ માં રહેલા 30 પેસેન્જરોને બહાર કાઢવામાં આવ્યા હતા જેને લઈને અન્ય કોઈને ઈજા થવા પામી નથી તેમને નાની-મોટી ઇજા થઇ છે તેમને લીમડી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે અને તેમની સારવાર પણ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *