IndiaNational

હવામાન માં ફરી જોવા મળશે ફેરફાર હવામાન વિભાગના જણાવ્યું અનુસાર બંગાળની ખાડી પર ફરીથી લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે જેના કારણે…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં વરસાદે સતાવાર રીતે વિદાઈ લીધી છે. જોકે આજ વખતે વરસાદ સમગ્ર દેશ અને અનેક વિસ્તારો માં મન મૂકીને વરસ્યો છે. જેના કારણે દેશમા જળ સંકટ હળવો બન્યો છે. જોકે ભારે વરસાદ ના કારણે ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં પૂર જેવી સ્થિતિ જોવા મળી છે.

જોકે હાલ એવા અનેક રાજ્યો છે કે જ્યાં હવામાન માં ફેરફાર ના કારણે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તેવામાં હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત વાતાવરણ માં ફેરફાર ની સંભાવના વ્યક્ત કરવામા આવી છે. તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ.

મળતી માહિતી પ્રમાણે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તામિલનાડુ ઉપરાંત આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની આશંકા છે જેની પાછળ નું કારણ ગુરુવારે બંગાળની ખાડી પર જોવા મળતું દબાણ છે કે જે હાલ ઉત્તર તમિલનાડુને પાર કરી ગયું છે. પરંતુ હાલ આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની આશંકા જોવા મળી શકે છે.

તમને જણાવી દઈએ કે 12 નવેમ્બરે તમિલનાડુ ઉપરાંત પુડુચેરી અને રાયલસીમા તથા દક્ષિણ આંતરિક કર્ણાટક સાથો સાથ કેરળ ના અમુક વિસ્તારો માં વરસાદની આશંકા છે. તમને જાણવી દઈએ કે હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર 13 નવેમ્બરની આસપાસ બંગાળની ખાડી પર નીચા દબાણનો વિસ્તાર બનવાની સંભાવના છે.

આ ઉપરાંત આ જ સમયે દક્ષિણ આંદામાન સમુદ્રમાં અને તેની આસપાસ વધુ એક નવું લો પ્રેશર વિસ્તાર બનવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર બાદ આ પ્રેશર પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધીને ઊંડા ડિપ્રેશનમાં અને તીવ્ર બને તેવી સંભાવના છે. જે હવામાન માં ફેરફાર નું એક મોટું કારણ છે.

તમને જણાવી દઈએ કે ચેન્નાઈ ઉપરાંત કાંચીપુરમ તથા વિલપુરમ ઉપરાંત ઉત્તર તમિલનાડુના અમુક વિસ્તારો માં વરસાદની સંભાવના છે. જો કે આ અગાઉ તમિલનાડુના અમુક વિસ્તારોમાં રાતભર ભારે વરસાદ જોવા મળ્યો હતો. જો વાત અહીં પડેલા વરસાદ અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે તાંબરમમા 232.9 મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે ચોલાવરમ ઉપરાંત એન્નોરમાં 205 મીમી વરસાદ પડ્યો હતો. તમને જણાવી દઈએ કે આવા ભારે વરસાદના કારણે તમિલનાડુમાં 16 લોકોનિ મૃત્યુ થઈ છે.

વાતાવરણ ના આવા ફેરફાર ના કારણે એનડિઆરએફ ની 14 ટુકડિઓ તમિલનાડુમાં હાલ તૈનાત કરી છે. જયારે સ્કાયમેટ વેધરએ જણાવ્યું છે કે આવનારા 24 કલાકમા, આંધ્ર પ્રદેશના દરિયાઈ તટના વિસ્તારમાં વરસાદ સંભાવના રહેલી છે. જયારે કેરળ અને કર્ણાટક ઉપરાંત આંદામાન અને નિકોબાર ટાપુઓના ભાગોના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

જો વાત દેશ ની રાજધાની દિલ્હી અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે 10 થી 12 નવેમ્બર દરમિયાન દિલ્હી એન્સિઆર ના અમુક ભાગોમાં હવાની ગુણવત્તા ‘ખૂબ નબળી’ શ્રેણીમાં રહેવાની આશંકા વ્યક્ત કરી છે. તેના પછી આ વિસ્તારોના AQI માં ધીમે ધીમે સુધારો થાય તેવી સંભાવના છે. તમને જણાવી દઈએ કે અહીં દિવસ દરમિયાન હળવા ઝાકળ અથવા ધુમ્મસવાળો છાયા રહી શકે છે. જયારે CPCB અનુસાર, AQI 402 ગુરુવારે સવારે 8 વાગ્યે નોંધવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *