Gujarat

હવામાન વિભાગ ની ખાસ આગાહી મા તારીખ 25-26 ના રોજ ચાર જીલ્લાઓ મા…

Spread the love

ગુજરાત મા હવે ચોમાસું આખરી ચરણ પર છે પરંતુ હવામાન ખાતા દ્વારા એક મહત્વ ની આગાહી કરવામા આવી છે. આ આગાહી મા જણાવવા મા આવ્યુ છે કે…

જેમા તા.25, 26/09/2021 સુઘી આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, સુરત નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. આમ ઉપરોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતા બચાવ કાર્ય માટે એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ ની ટીમો એલર્ટ રાખવા કમાન્ડન્ટ, NDRF અને DySp, SDRF ને સૂચના આપવામાં આવી છે.

રાહત કમિશનર અને અધિક સચિવ, મહેસુલ વિભાગના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની ઓનલાઈન બેઠક સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાધીનગર ખાતેથી યોજાઈ હતી. રાહત નિયામકે બેઠકને સંબોધતા IMDના અધિકારી દ્વારા જણાવાયુ હતું કે,

રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી જોતાં રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, વડોદરા, અમદાવાદ, ભાવનગર, બોટાદ, વડોદરા, ખેડા, આણંદ મહિસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.

એન.ડી.આર.એફ.ની કુલ 20 ટીમમાંથી 18 ટીમો ડીપ્લોય કરવામાં આવેલી છે. જે પૈકી 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 2-રાજકોટ, 1-ગીર શ્રી સોમનાથ, 1-અમરેલી, 1-ભાવનગર, 1-જુનાગઢ, 2-જામનગર, 1-પાટણ, 1-મોરબી, 1- દેવભુમી દ્વારકા, 1-પોરબંદર, 1- ખેડા, 1-પંચમહાલ, 1- ગાંઘીનગર – ખાતે ડીપ્લોય કરવામાં આવેલી છે. અને 1-ટીમ વડોદરા અને 1-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે એસ.ડી.આર.એફ.ની કુલ 11 ટીમમાંથી 08 ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જેમા 1 –રાજકોટ, 1-ગોંડલ, 1- જુનાગઢ, 1-કેશોદ, 2- જામનગર, 1- રાલજ (આણંદ) અને 1- ખેડા ખાતે ડીપ્લોય કરવામાં આવેલી છે. 1-ગોઘરા, 1-વાવ, 1-વડોદરા, 1-અમદાવાદ અને 1-વાલીયા ખાતે રીઝર્વ રાખવામાં આવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *