1 જ મિનિટમાં 10 તીખી પાણીપુરી ખાવ અને લઇ જાવ 1100 રૂપિયા ! એક યુવકે ટ્રાય કરી પણ સુસવાટા..વિડીયો જોઈ યુઝર બોલ્યા ‘ભાઈને કાલે સવારે ખબર પડશે
મિત્રો વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો આપણી સામે આવતા જ રહે છે જેને જોયા બાદ અમુક વખત આપણું હાસ્ય છૂટી જતું હોય છે તો અમુક વખત આપણે પણ ચોકી જ જતા હોઈએ છીએ. સોશિયલ મીડિયા પર આવા અવારનવાર વિડીયો આપણી સામે આવતા જ રહે છે. હાલના સમયમાં તો બ્લોગર પણ ખુબ વધી ગયા છે. આથી જ વિડીયો વાયરલ થવાની પણ શક્યતા ખુબ વધી જાય છે.
એવામાં જો વાત કરીએ તો હાલ મનોરંજનના મુખ્ય ત્રણથી ચાર સાધનો બની ગયા છે, જેમાં યુટ્યુબ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ તથા તેવા અનેક એવા માધ્યમનો સમાવેશ થઇ જાય છે. આજના આ લેખના માધ્યમથી આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે ચર્ચિત થઇ રહ્યો છે જેમાં એક યુવક 1 મિનિટની અંદર 10 તીખી પાણીપુરી ખાય જવાનો ચેલેન્જ લે છે અને પછી તે તેને પૂરો કરવા માટેની પણ કોશિશ કરે છે.
યુટ્યુબ પર વાયરલ થઇ રહેલો આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક બીજા યુવકને એક ચેલેંજ આપે છે જેમાં તે જણાવે છે કે જો તે યુવક એક મિનિટની અંદરો અંદર 10 પાણીપુરી ખાય જશે તો તેને 1100 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. હવે આવો મોકો કોણ મૂકે, એક જ મિનિટમાં 10 પાણીપુરી ખાવી એટલે સામાન્ય વાત કહેવાય પરંતુ ટ્વીસ્ટ તો ત્યારે આવે છે જયારે યુવક કહે છે કે દસ સામાન્ય નહીં પરંતુ ખુબ તીખી પાણીપુરી ખાવાની રહેશે.
વાયરલ થઇ રહેલો આ વિડીયો are you hungry નામના યુટયુબ ચેનલ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે લોકોને ખુબ વધારે પસંદ આવી રહ્યો છે અને ખુબ વાયરલ પણ થઇ રહ્યો છે.આ વિડીયો જોયા બાદ અનેક સોશિયલ મીડિયા યુઝરોની રાડ જ ફાટી ગઈ હતી કારણ કે આટલી તીખી પાણીપુરી એક સાથે ખાવી તે કોઈ નાની વાત નથી આથી જ વિડીયો જોયા બાદ અનેક યુઝરો ફની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.