108 અને ટ્રક વચ્ચે થયો ગંભીર અકસ્માત ચાર લોકો ને

આજકાલ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે અકસ્માતમાં એક જણા ની બેદરકારી ના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે દાહોદની એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ઇન્દોર-અમદાવાદ હાઇવે ઉપર જેકોટ ગામ નજીક એક અકસ્માત સર્જાયું છે.

મળતી માહિતી અનુસાર રોડની સાઈડમાં ઉભેલા ટ્રક અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન ચાર લોકોને ઇજા પહોંચી છે. અને તેને આસપાસના લોકો દ્વારા તાત્કાલીક સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ઇન્દોર અમદાવાદ હાઇવે ઉપર ઉભેલા એક ટ્રકમાં અચાનક જ પાછળથી 108 એમ્બ્યુલન્સ ઘૂસી જાય છે અને અકસ્માતો સર્જાય છે.

મળતી માહિતી અનુસાર અકસ્માતમાં 108 એમ્બ્યુલન્સના પાયલોટ તથા સહ કર્મચારીઓ સહિત ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની જાણ થતાં પોલીસ અને અન્ય 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

આ ઉપરાંત અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતમાં 108 એમ્બ્યુલન્સનો ભાંગીને ભૂકો થઇ ગયો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.