13-17 મા ખુબજ ભારે વરસાદ, જાણો વાવાઝોડા ની આગાહી ક્યારે અને કેટલી થશે…

હાલમાં બે લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે, જેમાં પ્રથમ પૂર્વ રાજસ્થાન રાજ્ય પર સ્થિત છે. જે ખૂબજ નબળી છે. હાલમાં ગુજરાતમાં વરસાદ આપીને થોડી ઉપર ખસીને ત્યાં જ સ્થિતિ હતી. પરંતુ આજથી એ લો-પ્રેશર ધીમે ધીમે નીચે તરફ એટલે કે ઉત્તર ગુજરાત નજીક આવશે. જોકે લો-પ્રેશર નીચે આવવાની સાથે મજબૂત પણ બની રહી છે. મજબુત બનવાની સાથે જ વરસાદનાં વિસ્તારોમાં વધારો જોવા મળશે.

મિત્રો, બીજી સિસ્ટમ હજી બંગાળની ખાડીમાં છે. આજે ડિપ્રેશન સુધી જઈ શકે છે. ડીપ્રેશનમાં ગયાં બાદ લેન્ડ ફોલ કરશે અને ત્યાર બાદ ધીમે ધીમે આગળ વધશે. જોકે હાલમાં પૂર્વ રાજસ્થાન પર સિસ્ટમ છે તે મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર લાગુ, ઊત્તર પૂર્વ ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ આપશે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં 13 અને 14 તારીખે સારા વરસાદની શક્યતાઓ છે, અમુક જગ્યાએ અતિભારે વરસાદ પણ પડશે. જોકે હાલની પૂર્વ રાજસ્થાન સિસ્ટમની અસર પૂર્ણ નહીં થાય ત્યાં બીજી સિસ્ટમની અસર 14-15 તારીખ થી ચાલુ થઈ જશે.

13-17 તારીખ દરમિયાન ભારે વરસાદ શકયતાં
આવતીકાલથી એક લો-પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતમાં ચાલુ થઇ જશે. બે દિવસ તે લો-પ્રેશરની સિસ્ટમની અસર ચાલશે ત્યાં મજબૂત લો-પ્રેશર સિસ્ટમ ફરીથી ઉત્તર મધ્યપ્રદેશ-રાજસ્થાન લાગુ વિસ્તારો સુધી પહોંચી જશે. જ્યારે તે લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત નજીક પહોંચશે ત્યારે એક લો-પ્રેશર સિસ્ટમ પહેલેથી જ ગુજરાત પર હશે, જેમને કારણે મોટો ટ્રફ બની શકે છે અને ગુજરાતમાં ફરી 14 તારીખથી લઈને 16 તારીખ દરમિયાન સારો વરસાદ જોવા મળશે તો કોઈક વિસ્તારમાં અતિભારે વરસાદ પણ જોવા મળશે.

મિની વાવાઝોડું તૈયાર બંગાળની ખાડીમાં આ વર્ષનું સૌથી મજબૂત ડિપ્રેશન બન્યું છે. લો-પ્રેસર, વેલમાર્ક લો-પ્રેશર માંથી ડિપ્રેશન સુધી ગયું છે. એટલે કે મિની વાવાઝોડું પણ કહી શકાય છે. આ મીની વાવાઝોડાની અસર ઉત્તર-મધ્ય ભારતના રાજ્યોમાં જોવા મળશે, સાથે વેધર મોડલ મુજબ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ આ સિસ્ટમને કારણે જોવા મળશે.

ભારતમાં પહેલી સપ્ટેમ્બરથી ૧૫ ઓગસ્ટ સુધીમાં ચોમાસુ વિદાય લઇ લેતું હોય છે. પરંતુ આપ સૌ જાણો છો કે છેલ્લા બે વર્ષથી ચોમાસું મોડું વિદાય લઇ રહ્યું છે. તેવી જ રીતે આ વર્ષે ૧૭ સપ્ટેમ્બરથી ચોમાસાના વિદાયની શરૂઆત થશે. પરંતુ વેધર મોડેલો મુજબ ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું વિદાય લઇ લે તેવી શક્યતા જણાતી નથી. બાકી રહેલ સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયાને બાદ કરતા બધા અઠવાડિયામાં વરસાદ નું પ્રમાણ જોવા મળી રહી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *