13 વર્ષની બાળકીને આત્મજ્ઞાન થતા સંસાર ને બદલે સંયમ(દીક્ષા) નો માર્ગ આપનાવતા પરિવારના લોકો….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ આખી દુનિયા કુદરત ની છે. આ સમગ્ર સંસારને એક મહાન અને દિવ્ય શક્તિ ચલાવે છે. જેમને આપણે ભગવાન તરીકે ઓળખીએ છીએ જોકે લોકો અલગ અલગ સ્વરૂપે પરંતુ આ એકજ દિવ્ય શક્તિની પૂજા કરે છે. તેવામાં પૃથ્વી પર ના દરેક વ્યક્તિનું સાચું સુખ આત્મા અને પરમાત્મા સાથેનું મેળાપ નું છે. જીવનમાં શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ માટે આત્માને પરમતત્વમાં વિલીન કરવી જરૂરી છે.
આપણે સૌ જાણીએ છીએ કે મનુસ્ય સામાજિક પ્રાણી છે. તે પોતાની લાગણીઓ માં કારણે જીવનમાં અનેક લોકો સાથે સંબંધ બાંધે છે. અને સંસાર રૂપી આ જીવન ચક્રમાં જ રચ્યો પચ્યો રહે છે. અને ધીરે ધીરે પોતાના સાચા અસ્તિત્વને ભૂલીને આત્મીય સુખ અને શાંતિ ને બદલે શારીરક સુખા કારી તરફ આગળ વધી જાય છે. પરંતુ આ જીવનના તમામ રસ એક મોહ માયછે કે જેનાથી પર થઈને જ વ્યક્તિ સાચા રસ્તા તરફ આગળ વધી શકે છે અને સંસારના ખોટા બંધનો માંથી મુક્ત થઈને જ તે પરમાત્મા ની પ્રાપ્તિ કરી શકે છે. આ બાબતનું જ્ઞાન જે લોકોને મળી ગયું તેઓ જીવનને સફળ રીતે જીવી ગયા છે.
જો કે સાચા કહેવાય છે કે જ્ઞાન મળેવવાની કોઈ ઉંમર નથી હોતી તેવી જ રીતે આ આત્મીય જ્ઞાન પણ મોટી ઉંમરે જ મળે તેવું જરૂરી નથી નાની ઉંમરમાં પણ વ્યક્તિ પોતાના સાચા અસ્તિત્વને જાણી શકે છે. આપણે અહીં એવી જ એક દીકરી વિશે વાત કરવાની છે કે જેમણે ઘણી જ નાની ઉમરેમાં એવો મોટો નિર્ણય લઇ લીધો છે. કે જેના વિશે કોઈ મોટી ઉંમરના વ્યક્તિઓ પણ વિચારતા નથી.
જણાવી દઈએ કે આ દિકરી નું નામ શિવાંગી ગાનના છે. શિવાંગી માત્ર 13 વર્ષની છે. અને તેણે સંસાર ની ખોટી મોહ માયા કરતા દૂર રહીને પ્રભુ ભક્તિ માં લિન રહેવાનું નક્કી કર્યું છે. જો વાત શિવાંગી ગાનના અંગે કરીએ તો તેઓ રાજસમંદ જિલ્લાના લંબોડી ગામના રહેવાસી છે. તેમના પિતાનું નામ અંકિત ભાઈ છે કેજે જવેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જણાવી દઈએ કે શિવાંગી નો જન્મ 25 ફેબ્રુઆરી 2009 ના રોજ થયો હતો અને હાલમાં જ તે 14 વર્ષની થવાની છે. શિવાંગીએ પોતાનો અભ્યાસ બયાવરની સેન્ટ પોલો સ્કૂલમાં કર્યો છે.
ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ શિવાંગી જૈન સાધુ સંતો ની સેવામાં લાગી ગઈ અને તેમની પાસેથી જ જીવનનો સાચો અભ્યાસ મેળવવા લાગી જે બાદ તેમણે સંસાર છોડીને સંયમનો રસ્તો આપનાવ્યો અને તેમણે વર્ષ 2019 માં દીક્ષા લેવાનું નક્કી કર્યું. જો કે નાની ઉમર હોવાના કારણે શિવાંગીના પરિવારે તેમને ઘણા સમજાવ્યા અને થોડા સમય બાદ દીક્ષા લાવે કહ્યું પરંતુ તેઓ માન્ય નહિ તેમનું કહેવું છે કે જેમ મરણ ને ઉમર સાથે સંબંધ નથી તો પછી દીક્ષાને કઈ રીતે હોઈ શકે. માતા પિતાનું કહેવું છે કે બાળપણ થી જ શિવાંગી આધ્યાત્મિક માર્ગને વધુ પસંદ કરતી હતી અને પોતાનો સમય ધાર્મિક પુસ્તકો વાંચવામાં વ્યતીત કરતી હતી.
જણાવી દઈએ કે શિવાંગી નો દીક્ષા સમારોહ 13 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમાં વિજય પદ્ધમભૂષણ રત્નસૂરીશ્વર મહારાજ અને આચાર્ય વિજય નિપુણ રત્નસૂરીશ્વર મહારાજ તથા આદિ ઠાણા 46 સાધુ સાધ્વી ની ઉપસ્તીથી માં શિવાંગી ને દીક્ષા આપવામાં આવશે. જો કે આ પહેલા પણ ગાનના પરિવાર ના 10 લોકો દીક્ષા લઇ ચુક્યા છે શિવાંગીના આ નિર્ણય થી પરિવાર ના લોકોમાં આનંદ છે.