સુરત માં 17 વર્ષીય દીકરા એ નાની એવી વાત માં તાપી નદીમાં જંપલાવી મોત ને વ્હાલું કરી લીધું કારણ જાણવા મળ્યું કે…
ગુજરાત માં અવારનવાર આપઘાત ના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. કોઈ વાર એવી બાબતો બનતી હોય કે લોકો સાવ નજીવા કારણોસર આપઘાત કરી બેસતા હોય છે. એવી જ એક ઘટના સુરત થી સામે આવી છે. જેમાં 12 માં ધોરણ માં અભ્યાસ કરતા એક દીકરા એ તાપી નદીમાં જમ્પલાવી આપઘાત કરી લીધો છે.
અમરેલીના મોટીલીલીયા તાલુકાના સેઢાવદર ગામના વાતની જે હાલ સુરત ના કાપોદ્રા માં ભગવતીકૃપા સોસાયટી માં રહે છે. હસમુખભાઈ પાનસુરીયા જે હીરા ના કારખાના માં કામ કરે છે. તેમનો 17 વર્ષ નો પુત્ર જેનીશ જેને હાલમાં જ ધોરણ 12 ની પરીક્ષા આપી છે. જે 21 મેં ના રોજ ઘરે થી ચાલી જઈને નાનાવરાછા કલાકુંજ પાસેના નવા બ્રિજ પહોંચી તાપી નદીમાં મોત ની છલાંગ લગાવી મૃત્યુ પામ્યો હતો.
જાણવા મળ્યું કે 21 તારીખ ના ત્રણ દિવસ આગાઉ જેનીશ ને તેના પિતા સાથે પોલીસે પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો. એક બાઈક ચોરાય ગઈ હતી જે બાબતે જેનીશ ને પોલીસ દ્વારા પૂછપરછ માટે બોલાવ્યો હતો. આ બાબતે જેનીશ ના પિતા એ જેનીશ ને ઠપકો આપ્યો હતો કે તે જો કોઈ ની ખરાબ સંગત માં હોય તો ખરાબ સંગત છોડી દે.
આ બાબત નું જેનીશ ને દુઃખ લાગ્યું અને તે તાપી નદી માં જય ને જંપલાવી મૃત્યુ પામ્યો હતો. પિતા ની ઠપકો આપવાની બાબતે જેનીશે આપઘાત કર્યો હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. પરિવાર નો માત્ર 17 વર્ષ નો પુત્ર ચાલી જતા પરિવાર દુઃખ ના દરિયામાં ગરકાવ થઇ ગયો. છોકરાઓ ને નાની નાની વાતો માં જ આજકાલ ખોટું લાગી જંતુ હોય છે અને આડું પગલું ભરી બેસે છે.