રોજબરોજ અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે અને કેટલાક લોકો મોતને ભેટતા હોય છે. બિહાર રાજ્યમાં આમ તો દારૂબંધી જોવા મળે છે પરંતુ જ્યાં દારૂ બંધી હોય ત્યાં જ સૌથી વધુ દારૂ પીવાતો હોય છે. બિહારમાંથી રવિવાર ની રાત્રે એક ચોકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં રવિવાર રાત્રે 9:00 વાગ્યાની આસપાસ બિહારના સુલતાનપુર ગામ પાસે એક અકસ્માત થયો હતો.
જેમાં આઠ લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. 8 મૃત્યુ પામનાર પૈકી 6 તો માત્ર બાળકો જ હતા. જાણવા મળ્યું કે જે સ્થળે આ અકસ્માતની ઘટના બની તે સ્થળે એક મંદિર બનાવવામાં આવ્યું હતું. જ્યાં 50 થી 60 વર્ષ ની પરંપરા મુજબ પીપળાના ઝાડ નીચે લોકો પૂજા કરી રહ્યા હતા. જેમાં ઘટના સ્થળે અનેક લોકો એકઠા થયા હતા. જ્યારે નશામાં દૂત એક ટ્રક ડ્રાઇવરે 120 થી પણ વધુની ઝડપે આવ્યો અને 30 લોકોને કચરી નાખ્યા હતા.
જેમાંથી આઠ લોકોના મોત નીપજયા તો અન્ય લોકોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આમ નશાની હાલતમાં ધૂત થઈને આવતા ટ્રક ચાલકે આ તમામ લોકોને અડફેટે લીધા હતા. આ ઘટના બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ શોક વ્યક્ત કરીને મૃતકના પરિવારજનોને બે લાખ રૂપિયા ની સહાય તથા ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરી.
તો ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ પણ ઘટનાનો શોક વ્યક્ત કર્યો તો બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે મૃતકોના પરિવારને પાંચ પાંચ લાખ રૂપિયા ની જાહેરાત કરી હતી તથા ઘાયલ ને તમામ સારવાર મળી રહે તે અંગે પણ સૂચનાઓ આપી હતી. આમ આ ઘટના બનતા આજુબાજુના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!