3511 કી.મી. લાંબી સફરે કન્યાકુમારી થી કાશ્મીર સ્કેટિંગ બોર્ડ પર નીકળેલ યુવાન કાશ્મીર થી 600-કી.મી. દૂર હતો અને…વાંચો કરૂણ બનાવ.
ભારતમાં રોજબરોજ અનેક લોકોના અકસ્માતે મૃત્યુના સમાચાર સામે આવતા રહે છે. લોકો અકસ્માતે મૃત્યુ પામતા તેના પરિવાર માથે દુઃખોના વાદળ તૂટી પડતા હોય છે. પરંતુ કેરળમાં રહેતા 31 વર્ષીય યુવાનનું જે રીતે મૃત્યુ થયું તે જાણીને તમે હચમચી જશો. કેરળ ના તિરુવનંતપુરમના વિસ્તારમાં રહેતો 31 વર્ષનો અનસ બીજી ઓગસ્ટના રોજ હરિયાણાના પંચકુલા વિસ્તારમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. અનસ અજસનું મૃત્યુ સ્કેટ બોર્ડ પર સવાર હતો ત્યારે થયું હતું.
તમને જણાવી દઈએ કે અનસ કોમ્પ્યુટર સાયન્સમાં સ્નાતક થયા બાદ તિરુવનંતપુરમના ટેકનો પાર્કમાં એક આઇટી ફોર્મ માં કામ કરતો હતો. તેને સ્કેટિંગ બોર્ડ પર સ્કેટિંગ કરવાનો ખૂબ જ શોખ હતો. આ માટે તેને ત્રણ વર્ષ પહેલાં સ્કેટિંગ બોર્ડ ખરીદ્યું હતું. અને ટ્રેનિંગ શરૂ કરી હતી. અને સ્કેટિંગ બોર્ડ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવતો હતો. એટલે કે સ્કેટબોર્ડ વડે તે લોકોને જણાવતો હતો કે આના દ્વારા લાંબા અંતરનું અંતર કાપી શકાય છે. જાણવા મળ્યું કે કેરળ થી સ્કેટબોર્ડ પર કન્યાકુમારીથી કાશ્મીર સુધી જઈ રહ્યો હતો.
આ દરમિયાન તે 29 મેના રોજ કન્યાકુમારીથી કાશ્મીર સુધી લગભગ 3,511 km લાંબી સફર પોતાના સ્કેટબોર્ડ પર કરી હતી. અને 30 જુલાઈના રોજ તે હરિયાણા પંજાબ બોર્ડર પર પહોંચી ગયો હતો. આ વિશેની માહિતી તેને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી હતી. પરંતુ થયું એવું કે કશ્મીરથી માત્ર 600 કિલોમીટર દૂર કશ્મીર પહોંચવામાં માત્ર ને માત્ર 15 દિવસનો સમય હતો. અને પંચકુલા થી હિમાચલ પ્રદેશના ના જવાના રસ્તે સવારે 7:30 વાગ્યાની આજુબાજુ અનસને એક ઝડપથી આવી રહેલા ટ્રકે ટક્કર મારી દીધી.
બાદમાં તેને કાલકા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. અનસના માતાનું નામ શૈલા અને પિતાનું નામ આલિયા કુરંજી કે જે સાઉદી અરેબિયામાં નોકરી કરે છે .અનસ ને સ્કેટિંગ બોર્ડ પર સ્કેટિંગ કરવાનું ખૂબ જ શોખ હતો. તે આ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની અંતર કાપ્યા બાદ તે નેપાળ, ભૂતાન અને કંબોડિયા માં સ્કેટબોર્ડ પર જવાનો પ્લાન તૈયાર હતો. પરંતુ તે પહેલા જ તે મૃત્યુને ભેટ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!