સામસામે કાતર મારવાની બાબતે 4-યુવતી ભેગી થઇ એક યુવતી ને માર્યો ઢોરમાર યુવતી નું બચવું થયું મુશ્કિલ જુઓ વિડીયો.
રોજબરોજ ચોરી, લુંટપાટ વગેરેના કિસ્સાઓ સામે આવતા હોય છે. આજકાલના લોકો રસ્તા ઉપર પણ એકબીજા સાથે ઝઘડો કરી બેસતા હોય છે અને એકબીજાને ઢોર મારતા હોય છે એવી જ એક ઘટના મધ્યપ્રદેશના ઇન્દોર શહેરથી સામે આવે છે. જેમાં ચાર યુવતીઓએ ભેગી થઈને એક યુવતીને ઢોર રીતે માર્યો હતો અને યુવતી ને મારી મારીને અધમૂવી કરી દીધી હતી.
આ ઘટના એલ આઈ જી ઇન્ટર સેક્સન ઇન્ડોર શહેરમાં બની હતી અને આ ઘટના ચાર નવેમ્બરના રોજ બની હતી. જાણવા મળ્યું કે પ્રિયા વર્મા નામની યુવતી કે જે ઈન્દોરના નહેરુનગર માં રહે છે કે જે શુક્રવારે રાત્રે આરજે કચોરી ની સામે ચા પીવા માટે આવી હતી. એવામાં અન્ય ચાર યુવતીઓ એ તેને પોતાની સામે જોવાની બાબતમાં પહેલા દલીલબાજી કરી અને પછી તેને ઢોર રીતે માર મારવાનું શરૂ કર્યું હતું.
જેમાં પ્રિયા વર્મા નામની યુવતીને અન્ય ચાર યુવતીઓએ લાતો અને મુક્કાઓનો વરસાદ કરીને ઢોર રીતે રસ્તાની વચ્ચે માર મારી રહ્યા હતા. ચાર પૈકી કેટલીક યુવતીઓ તેને ચપ્પલ વડે તો મુક્કાઓ વડે માર મારી રહી હતી. તો એક યુવતી તેને બેલ્ટ વડે માર મારી રહી હતી. આજુબાજુમાં ઘણા બધા લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી પરંતુ લોકો આ માત્ર તમાશો જ જોતા હતા કોઈએ તેને બચાવવાની તસ્દી લીધી ન હતી.
આ ઘટના બાદ પીડિત યુવતીએ આ અંગે એમઆઈજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બાબતે હુમલો કરનાર યુવતીઓની તપાસ હાથ ધરી છે. જાણવા મળ્યું કે હુમલો કરનાર યુવતીઓએ ભોગ બનનાર યુવતી નો ફોન ન પણ તોડી નાખ્યો હતો. ચાર યુવતીઓ એક યુવતીના માર મારીને તે લોકો ફરાર થઈ ગયા હતા અને તેની તપાસ પોલીસ કરી રહી છે.
#watch 😱😱
Video of ‘drunk’ girls beating another girl on the road in Indore…😳😯#Indore #ViralVideos #Viral #Shame #drunkgirl pic.twitter.com/Ns109si4C1— Anveshka Das (@AnveshkaD) November 7, 2022
આ ઘટનાનો વિડીયો ટ્વીટર એકાઉન્ટ ઉપર ખૂબ જ શેર થયેલો જોવા મળે છે અને લોકો આ ઘટનાને ખૂબ જ સખત શબ્દોમાં વખોડી રહ્યા છે. આવી ઘટનાઓ બનતા લોકોમાં ભારે ડરનો માહોલ પેદા થઈ જતો હોય છે. હવે આજના જમાનામાં આવી ઘટનાઓ બનવી ખાસ સામાન્ય બાબતો બની ગઈ છે અને લોકોને ખાખી વર્દી નો કોઈ ડર ના હોય તેવી રીતના ફરતા હોય છે અને એક પછી એક ગુનાઓ કરી બેસતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!