ગુટકા બન્યું અકસ્માત નું કારણ…ભયંકર એક્સીડંટ માં બસ માં સવાર 4-લોકો ના થયા મોત અને 5-ઘાયલ.
રોજબરોજ અકસ્માત ના કિસ્સાઓ સામે આવતા રહે છે અને તેમાં કેટલાય લોકો મોત ને ભેટતા હોય છે. અકસ્માત ની ફરી એક ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદ થી જતી એક પ્રાયવેટ લક્સરી બસ ને અકસ્માત નડ્યો અને તેમાં 4 યાત્રીઓ ના મોત થઇ ગયા જ્યારે 5 યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે. 45 યાત્રીઓ થી ભરેલી એક પ્રાયવેટ લક્સરી બસ અમદાવાદ થી કાનપુર જય રહી હતી.
બસ રાજસ્થાન ના કોટા ના સીમલીયા પોલીસ સ્ટેશન ની હદ માં પહોંચતા મંગળવારે એક્સીડંટ નો ભોગ બની. રાજસ્થાન ના કોટા-બારા હાઇવે 27 પર સીમલીયા નજીક બસ ડ્રાયવર ગુટકા ખાય ને થુંકવાનો પ્રયાસ કરતો હતો. આ ગુટકા થુંકવામાં બસ ના સ્ટિયરિંગ નો કાબુ ગુમાવતા બસ એક ટ્રેલર પાછળ ઘુસી ગઈ હતી. અને ભયંકર એક્સીડંટ સર્જાયો હતો.
આ બસ માં 45 યાત્રી માંથી 4 ના મોત થઇ ગયા અને તેમાં 2-બસ ડ્રાયવર હતા જે બસ માં જ ઊંઘી રહ્યા હતા. આ 2-ડ્રાયવર ને શિફ્ટ બદલાતા બસ ચલાવાની હતી આ માટે તે બસ માં જ ઊંઘી રહ્યા હતા. મૃત્યુ પામનાર માં બે ઉત્તરપ્રદેશ, એક મધ્યપ્રદેશ અને એક ની ઓળખ થઇ શકી નથી. અને બીજા 5-ઘાયલોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
મરનાર વ્યક્તિ માં વીરેન્દ્ર (યુ.પી.), નારાયણસિંહ (એમ.પી.), જીતેન્દ્રસિંહ (યુ.પી.) અને એક અજ્ઞાત વ્યક્તિ ની ઓળખ થઈ શકી નથી. ઘટના ની જાણ થતા ગ્રામીણ એસ.પી. ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ઘટના બાદ બસ ડ્રાયવર બસ છોડી ને નાસી ગયો હતો. ડ્રાયવર ની એક ભૂલ ને લીધે નિર્દોષ ચાર વ્યક્તિઓ એ જીવ ગુમાવી દીધો છે.