બોલીવુડ મુવી ના એક્ટર્સ અને અભિનેત્રીઓ કોઈને કોઈ બાબતે ચર્ચા માં રહે છે. બોલીવુડના અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ એ 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. પાંચ વર્ષના ડેટિંગ બાદ બંને એ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન ના એક થી દોઢ મહિના બાદ જ બંને એ તેના ચાહકોને ખુશખબરી આપી હતી કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં માતા-પિતા બની શકે છે.
એવામાં આલિયા ભટ્ટે છ નવેમ્બરના રોજ મુંબઈની એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં એડમીટ થઈ અને 6 નવેમ્બરના રોજ દીકરીનો જન્મ આપ્યો હતો. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એક પુત્રીના માતા-પિતા બની ચૂક્યા છે. 40 વર્ષના રણબીર કપૂરે આ બાબતે ખુશી વ્યક્ત કરી હતી અને આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ શેર કરીને આ ખુશખબરી તેના ચાહકોને જણાવી હતી અને લખ્યું કે,,
અમારા જીવનના શ્રેષ્ઠ ન્યુઝ આવી ગયા છે. અમારૂ બેબી આ દુનિયામાં આવી ગયું છે અને તે દીકરી છે. આ ખુશીને વ્યક્ત કરવી મુશ્કેલ છે અને બ્લેસ્ડ પેરેન્ટ્સ બની ગયા છીએ પ્રેમ પ્રેમ પ્રેમ આલિયા તથા રણબીર. આ સાથે રણબીર કપૂરની બહેન રિદ્ધિમાં સહાની પણ આલિયા અને રણબીરની તસવીર શેર કરી હતી અને કહ્યું હતું કે આજે હું સૌથી વધુ ખુશ છું સૌથી પ્રેમાળ બેબી ગર્લના પ્રાઉડ પેરેન્ટ્સ. ફોઈ તને બહુ પહેલેથી પ્રેમ કરે છે.’
આમ હવે આલિયા અને રણબીર પણ માતા-પિતા બની જતા તેના ચાહકો પણ તેને આ બાબતે શુભકામનાઓ પાઠવી રહ્યા છે. બને ને અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, સોનમ કપૂર, અનુષ્કા શર્મા, માધુરી દીક્ષિત, મૌની રોય સહિતના સેલેબ્સે કપલને શુભેચ્છા પાઠવી હતી. અને ચાહકો તરફ થી ખુબ ખુબ શુભેરછાઓ મળી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!