માનવતાનુ કેન્દ્ર બન્યું ગુજરાત! બ્રેન ડેડ વ્યક્તિએ આપ્યું 3 લોકોને નવું જીવન ફરી એક વખત માનવતા..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ ધરતી પર સૌથી વધુ જો કોઈ પુણ્યનું કામ હોઈ તો તે માનવ સેવા છે પરંતુ લોકો માને છે કે સેવા અર્થે ઘણા રૂપિયા કે સતા ની જરૂર પડે છે પરંતુ તમને જણાવી દઈએ કે સેવા માટે ફક્ત સેવાકીય મન અને દ્રઢ નિશ્ચય ની જરૂર છે. આપણે જાણીએ છિએ કે હાલમાં ટેકનોલોજી નો સમયગાળો છે તેવામાં અનેક મશિન અને શોધ થઈ છે કેજે માનવ જીવન ને સરળ બનાવે છે.

જોકે વિજ્ઞાન ગમ્મે તેટલી પ્રગતિ કરીલે પરંતુ તે આ જટિલ માનવ શરીર અને તેની રચના ને સંપૂર્ણ રીતે સમજી શકે નહીં. તેવામાં જ્યારે પણ કોઈ વ્યક્તિ ના શરીર નો કોઈ ભાગ ખરાબ થાય તો તે હાલનો વિજ્ઞાન બનાવી શકતું નથી અને આવા અંગ માટે તેણે અન્ય વ્યક્તિ ને આધાર લેવો પડે છે. આપણે અહીં અંગદાન ના વધતાં મહત્વ અને લોકોના બચતા જીવ વિશે વાત કરવાની છે.

જણાવી દઈએ કે હાલમાં જ અમદાવાદ ના બ્રેન ડેડ વ્યક્તિ ના અંગ ના કારણે 3 લોકોને નવ જીવન મળ્યું છે તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ. મળતી માહિતી અનુસાર એક અકસ્માત ના કારણે સંદિપ ઠાકોર નામના વ્યક્તિ ને ઈજા પહોચતા તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા કે જ્યાં સારવાર દરમ્યાન તેઓ બ્રેન ડેડ જાહેર કરાયા.

જણાવી દઈએ કે સંદિપ ઠાકોરની ઉંમર 30 વર્ષ હતું અને તેઓ ગાંધીનગરના કલોલ તાલુકાના ગણપતપુરા ના રહેવાસી હતા. જે બાદ અમદાવાદ ની SOTTO ટીમ દ્વારા સંદિપ ઠાકોર ના પરિવાર ને અંગદાન અંગે મહત્વ જણાવવા માં આવ્યું અને અંગદાન અંગે પરવાનગી લેવામાં આવી જે બાદ રીટ્રાઇવલની પ્રક્રિયા દ્વારા બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં આવ્યું. જેની મદદથી ત્રણ લોકોનો જીવ બચાવવા માં આવ્યો.

જાણકારી માટે જણાવી દઈએ કે રીટ્રાઇવલની પ્રક્રિયા એટલે એવી વિધિ કે જ્યાં બ્રેન ડેડ વ્યક્તિ ના હ્યદય, કિડની અને લીવર ઉપરાંત સ્વાદુપિંડ જેવા અંગોને વ્યક્તિના શરીરમાંથી કાઢી આઇ.સી.યુ. સેન્ટરમાં ઓર્ગન રીટ્રાઇવલ સેન્ટર ની ટીમ ને કાર્ય આપવામાં આવે છે આ માટે વ્યક્તિ ના અંગદાન ને લઈને અમુક ટેસ્ટ કરવામાં આવે છે ઉપરાંત દર્દી ના અંગોને સારી અવસ્થામાં રાખવા માટે એક અલગ ઓપરેશન થીયેટરની રચના કરવામાં આવે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.