India

5 ગોળીઓ લાગ્યા છતા પણ પત્ની આખા રસ્તામા પતિ માટે કરતી હતી એવું કે…….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમય માં અનેક ગુનાહિત પ્રવૃતિઓ થતી જોવા મળે છે અને આવી પ્રવૃતિઓ માં છેલ્લા થોડા સમયથી વધારો જોવા મળી રહ્યો છે. આપણે અવાર નવાર અનેક એવી ઘટનાઓ જોતાં અને સાંભળતા હોઈએ છિએ કે જેને સંભાળીને આપણામાં ગુસ્સાની લાગણી જોવા મળે છે. અમુક લોકો એવા હોઈ છે કે જે પોતાનું ગુંડા રાજ સ્થાપિત કરવા માંગતા હોઈ છે.

આવા લોકો જાહેરમાં ખતરનાક હથિયાર લઈને આવે છે. અને જાણે તેમના માટે લોકોના જીવનનું કોઈ મહત્વ ના હોઈ તેમ તેઓ અન્યનો જીવ લેતા પણ વિચારતા નથી. જોકે આવા ગુનેગારો ને પોલીસ દ્વારા ઘણી આકરી સજા આપવામા આવે છે છતા પણ ઘણા લોકો એવા હોઈ છે. કે જેઓ આવા અમાનવીય કૃત્ય કરતા હોઈ છે. હાલ આવોજ એક બનાવ સામે આવ્યો છે. કે જ્યાં અમુક ગુંડાઓ દ્વારા એક નવી નવેલી દુલ્હનને ગોળીઓ મારવામાં આવી છે.

જો વાત આ બનાવ અંગે વિસ્તારથી કરીએ તો મળતી માહિતી અનુસાર આ બનાવ હરિયાણાના રોહતક જિલ્લાનો છે. અહીં એક દુલ્હન કે જેનું નામ તનિષ્કા છે તેના પર ગોળીબારી થયાનો મામલો સામે આવ્યો છે. આ દુલ્હન પર એક બે નહીં પરંતુ ગરદન, હાથ અને પેટમાં સહિત પાંચ ગોળીઓ મારવામાં આવી હતી. તનિષ્કા પોતે આટલી ઘાયલ હોવા છતા પણ તેને ખરેખર પતિવ્રતા ધર્મ નિભાવ્યો પોતે લોહીથી લથબથ હોવા છતા પણ તેને તેના કરતાં વધુ પોતાના પતિની ચિંતા હતી. અને હોસ્પિટલ લઇ જતી વખતે રસ્તામાં તેણે તેના પતિને પાંચ વાર પૂછ્યું, “તમે ઠીક છો ?”

જો વાત તનિષ્કા ની હાલની સ્થિતિ અંગે કરીએ તો જાણવી દઈએ કે ડોક્ટરોએ તેના શરીર માંથી ફિલહાલ 4 ગોળીઓ કાઢી લીધી છે તેમ છતા પણ તે હોસ્પિટલ માં જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહી છે. પરિવાર કે જે થોડા સમય પહેલા લગ્નની ખુશીઓ માં હતા તેમાં એકા એક આ બનાવ બાદ શોક છવાઇ ગયો છે. જણાવી દઈએ કે તનિષ્કા અને મોહન ના લગ્ન થયા બાદ તેમની રાત્રે 10 વાગ્યાની આસપાસ વિદાય કરવામાં આવી.

વિદાય પછી તેઓ ભલી આનંદપુર જવા ગાડી લઈને નીકળ્યા. જણાવી દઈએ કે જે ગાડીમાં તેઓ વિદાઇ લીધી હતી તેને મોહન નો પિતરાઈ ભાઈ સુનીલ ચલાવતો હતો, આ ઉપરાંત તેમનો સાળો ઉજ્જવલ આગળની સીટ પર હતો. અને પછળ ની બાજુએ મોહન અને તનિષ્કા બેઠા હતા. તેઓ ગાડી લઈને જ્યારે શિવ મંદિર પાસે પહોંચી હતી ત્યારે બીજી ગાડીએ તેમની ગાડીને ઓવરટેક કરીને રોકી હતી. જે બાદ આ ગાડી માંથી બે યુવકો બહાર આવ્યા અને તેમણે બારીમાંથી તનિષ્કા પર ગોળીઓ ચલાવી.

જો કે આ વારમા વરરાજા બચી ગયો હતો. પરંતુ જ્યારે દુલ્હનના ભાઈએ હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો તો તેને પિસ્તોલ બતાવીને શાંત કરાવ્યો હતો. આ ઘટના બાદ આસપાસ ના લોકોમાં રોસનિ લાગણી છે અને લોકો ન્યાય માટે માગણી કરી રહ્યા છે. ઘટના બાદ તનિષ્કાને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *