65-વર્ષ જૂનું, 48-રૂમ વાળા આલીશાન ઘર માં રહે છે ‘સૌરવ ગાંગુલી’ (દાદા) , જુઓ ભવ્ય ઘર ની ખાસ તસવીરો.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી કે જેને પોતાની કારકિર્દીમાં ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમીને અનેક રેકોર્ડ પોતાના નામે કરેલા છે. હાલમાં ગાંગુલીના અધ્યક્ષ છે ગાંગુલીએ પોતાની ક્રિકેટ કેરિયરમાં અનેક રેકોર્ડો પોતાના નામ કરેલા છે. આખા ભારત દેશમાં સૌરવ ગાંગુલીને દાદા ના ભુલામણા નામથી સંબોધન કરવામાં આવે છે.
આજે અમે તમને સૌરવ ગાંગુલી ના આલેશાન ઘર અને તેના પરિવાર વિશે જણાવીશું. તો વધુ વિગતે વાત કરવામાં આવે તો સૌરવ ગાંગુલી નો જન્મ 8 જુલાઈ 1972 ના રોજ કોલકત્તામાં થયો હતો. કોલકત્તામાં આવેલા પ્રિન્ટિંગ ઉદ્યોગપતિ ચંડીદાસ અને નિરૂપા ગાંગુલી નો નાનો પુત્ર એટલે સૌરવ ગાંગુલી. સૌરવ ગાંગૂલી નો પરિવાર કે જે કોલકાતા નો ધનિક પરિવાર છે. સૌરવ ગાંગુલીને કોલકાતામાં પ્રિન્સ ઓફ કોલકત્તા તરીકે ઓળખવામાં આવે છે.
સૌરવ ગાંગુલી અને તેનો પરિવાર જે ભવ્ય મકાનમાં રહે છે તે કલકત્તા બિરેન રોય રોડ પર આવેલું છે. ઘરનો નંબર 2/6 છે તે ઘરમાં તેની પત્ની ડોના અને પુત્રી સના અને પરિવારના અન્ય સભ્યો રહે છે. સૌરવ ગાંગુલી જે ભવ્ય મકાનમાં રહે છે તે 65 વર્ષ જૂનું છે. તેનું ઘર ચાર માળનું બનેલું છે અને જેમાં 48 રૂમ છે. અંદરની વાત કરવામાં આવે તો તેનું આખું ઘર બંગાળી સંસ્કૃતિ અને કલાથી શણગારવામાં આવેલું છે.
આખા ઘરને લાકડાની વસ્તુઓથી સુંદર રીતે શણગારવામાં આવેલું છે. જ્યારે પણ સૌરવ ગાંગુલીના સમય મળે છે ત્યારે તે તેનો સમય પોતાના પરિવારને આપે છે. ઘરમાં વિશાળ લિવિંગ રૂમ દીવાલ ઉપર મોટું ટેલિવિઝન અને ઘર ની અંદર ના ભાગે ક્રિકેટની પીચ પણ બનાવવામાં આવેલી છે અને એક મોટું ટેલિવિઝન પણ છે. આ ઉપરાંત તેના ઘરમાં એક અલગ રૂમ બનાવવામાં આવેલો છે જ્યાં ગાંગુલીને મળેલ ટ્રોફી નો સંગ્રહ કરવામાં આવેલો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!