ચૂંટણી ટાણે સુરત માંથી 75-લાખ રોકડ કાર માંથી જપ્ત એક વ્યક્તિ ઉભા રસ્તે ભાગતો સીસીટીવી માં કેદ, જુઓ વિડીયો. .

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ખૂબ જામી ચૂકેલો છે. તમામ પક્ષોએ પોતપોતાના ઉમેદવારો મેદાન ઉપર ઉતારી દીધા છે અને ગુજરાત ઉપર રાજ કરવા માટે પોતાનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા કરોડો કરોડો રૂપિયાના દાવો ખેલાતા હોય છે અને આમ જનતાની સાથે ચેડા કરવામાં આવતા હોય છે. ચૂંટણી ટાણે પોલીસ બંદોબસ્ત પણ ખૂબ જ ગોઠવી દેવામાં આવતો હોય છે અને બીજા રાજ્યમાંથી આવતી તમામ કારોનું સઘન ચેકિંગ કરવામાં આવતું હોય છે.

એવામાં જાણવા મળ્યું કે મહીધરપુરા વિસ્તારમાંથી મોડી રાત્રે મહારાષ્ટ્ર પાર્સિંગની એક કાર ચૂંટણી પંચની ટીમ દ્વારા ઝડપી પાડી હતી. આ કારમાં 75 લાખ રૂપિયા રોકડ મળી આવ્યા હતા. ટીમ દ્વારા આ કાર ની તલાસી લેતા ત્રણમાંથી એક વ્યક્તિ ફરાર થઈ ચૂક્યો હતો. જેમાં પકડાયેલ ડ્રાઇવરની પૂછપરછ કરવામાં આવી તો તેને જણાવ્યું કે રૂપિયા 75 લાખ શ્રી રામ આંગડિયા પેઢી ના છે. આ 75 લાખ જે ગાડીમાંથી મળી આવ્યા હતા તે ગાડીમાંથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે.

જેમાં ડ્રાઇવર ઉદય ગુર્જર અને સુરતનો મોહમ્મદ ફૈઝ પકડાયો હોવાનું સામે આવ્યું છે. જેના પૈકી એક વ્યક્તિ કે જે કારમાં સવાર હતો તેનું નામ સંદીપ બહાર આવ્યું છે. આ સંદીપની વાત કરવામાં આવે તો બી એમ સંદીપ કે જે કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ કાર ને ઝડપ્યા બાદ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા હતા. તો જેમાં એક સીસીટીવી ફૂટેજમાં બહાર આવ્યું કે બી એમ સંદીપ નામનો વ્યક્તિ કે જે કોંગ્રેસ સાથે સંબંધ ધરાવે છે તે વ્યક્તિ રોડ ઉપર ભાગી રહ્યો હોવાનું સામે આવ્યું હતું.

આ કાર નું કાવતરું સુરત જિલ્લામાંથી પકડાયેલું જોવા મળે છે. જો કોંગ્રેસના સ્ટાર પ્રચારક બી એમ સંદીપનું નામ આમાંથી ખુલશે તો ગુજરાતના રાજકારણમાં ચૂંટણી પહેલા મોટો ભડકો થવાની આશંકા સેવાય રહી છે અને જે 75 લાખ જે કારમાંથી મળી આવેલા છે તે કારમાં થી બી એમ સંદીપ નું આધારકાર્ડ પણ મળી આવેલું છે અને તેને જપ્ત કરવામાં આવેલું છે અને પકડાયેલા વ્યક્તિ લોકો તરફથી જાણવા મળ્યું હતું કે આ રૂપિયા તેને ફોન આવે તે વ્યક્તિઓને પહોંચાડવાના હતા. આમ હજુ સુધી આ બાબતે કોઈ ઠોસ સબૂત મળેલા નથી. આ મામલાને હાલ તો ઇન્કમટેક્સના હવાલે કરી દેવામાં આવેલો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *