Categories
India

8-નવેમ્બર વર્ષ નું છેલ્લું ચંદ્રગ્રહણ ! આ સમયે આ કામ ભૂલેચૂકે પણ ના કરતા નહીં તો મુકાય જશે મુશ્કેલી માં, જાણો વિગતે.

Spread the love

આપણા દેશમાં અને સમાજમાં ગ્રહણનું ખાસ મહત્વ જોવા મળે છે. વર્ષ દરમિયાન કેટલાય ગ્રહો આવતા હોય છે પરંતુ 8 નવેમ્બર એટલે કે આજના દિવસે વર્ષ નું છેલ્લું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. ચંદ્રગ્રહણના દિવસે મંગળ, શનિ, સૂર્ય અને રાહુ સામ સામે આવવાના છે. આ ચંદ્ર ગ્રહણ 8 નવેમ્બર સાંજે 5:32 વાગ્યાથી શરૂ થઈને સવારે 6:16 વાગ્યા સુધી ચાલશે અને સૂતકાળની વાત કરવામાં આવે તો સવારે 9:30 થી શરૂ થઈ સાંજે 6:18 સુધી રહેશે.

ભારતમાં સૌપ્રથમ ચંદ્રગ્રહણ અરુણાચલ પ્રદેશના ઈટા નગરમાં દેખાશે તેમજ પૂર્વ દિશાના શહેરોમાં ચંદ્રોદય સાથે દેખાશે. ચંદ્ર ગ્રહણ નું ખાસ મહત્વ જોવા મળે છે. ચંદ્રગ્રહણ વખતે કેટલીક ઘટનાઓને અશુભ માનવામાં આવે છે. એવી અશુભ કામ કરવાથી જીવનમાં મુશ્કેલીઓ પણ સર્જાય છે. તો કેટલીક ઘટનાઓને શુભ માનવામાં આવે છે તો ચાલો આપણે જાણીએ કઈ કઈ ઘટના કરવી જોઈએ અને કઈ કઈ ઘટના ના કરવી જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહણને અશુભ ઘટના માનવામાં આવે છે. આ દરમિયાન માંગલિક કાર્ય કરવામાં આવતા નથી.

ગ્રહણ દરમિયાન આટલું કરો – પૂજા દાન અને જપ કરવા જોઈએ .ગ્રહણના દિવસે પવિત્ર નદીઓ તથા તળાવમાં સ્નાન કરવું ખૂબ લાભકારી મનાય છે અને ગ્રહણના દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ હોય છે તેથી ગ્રહણ દરમિયાન ગરીબ અને જરૂરિયાત મંદોને મદદ કરો.

ગ્રહણ દરમિયાન આ કામ ના કરો – ગ્રહણ દરમિયાન ભગવાનની મૂર્તિને સ્પષ્ટ કરવો જોઈએ નહીં. ખાવું, પીવું, નખ કાપવા, તેલ લગાડવું વગેરે પણ કરવું જોઈએ નહીં. કારણ કે તે દિવસે આ કામને અશુભ માનવામાં આવે છે. ગ્રહણના દિવસે જૂઠું બોલવું, કપટ, નકામી વાતચીત, મૂત્ર વિસર્જન વગેરે જેવા કામોથી પણ બચવું જોઈએ અને આ દિવસે સૂવું પણ ના જોઈએ અને ઘરની બહાર પણ નીકળવું ના જોઈએ. તેમજ ગર્ભવતી મહિલાઓ ગાયના છાણની પેસ્ટને પેટ પર લગાવી શકે છે પરંતુ આ દિવસે છરી કે સોયનો ઉપયોગ કરવો ન જોઈએ. આમ આપણા સમાજમાં ગ્રહણ ના પણ અનેક લાભો અને ગેરલાભ જોવા મળે છે જે આપણે જીવનમાં જાણવા જરૂરી બને છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *