1200-વર્ષ જુની આખેઆખી હવેલી જમીન નીચે દટાયેલી અવસ્થા માં મળી આવતા ઇઝરાયેલ દેશ ના પુરાત્વ વિભાગ થયું દોડતું..જુઓ ફોટા.
આપણા ભારત દેશમાં અને બહારના દેશમાં કોઈપણ એવી જગ્યાએ ખોદકામ કરવામાં આવે છે. ત્યારે આપણને લાખોથી કરોડો વર્ષ પહેલાની જમાનાને અનેક એવી ચીજ વસ્તુઓ મળી આવતી હોય છે જે અમુક વાવાઝૉડા અથવા તો વરસાદ અથવા તો કુદરતી આફતોના કારણે જમીનના નીચે દટાઈ ગયેલી હોય છે. ભારતમાંથી પણ આવા અનેક શહેરો આપણને મળી આવ્યા છે. પરંતુ હાલ ભારત નહીં પરંતુ ઇઝરાયેલ દેશથી એક મહત્વની બાબત સામે આવે છે.
ઇઝરાયેલમાં ખોદકામ દરમિયાન લગભગ 1200 વર્ષ પુરાણી એક હવેલી મળી આવી છે. આખે આખી હવેલી જમીનની નીચે દટાઈ ગયેલી હોય હાલમાં ઇઝરાયેલમાં ખોદકામનું કામ ચાલતું હોય તો આખે આખી હવેલી બહાર નીકળી આવે છે. આ હવેલીમાં પ્રાચીન ચીજ વસ્તુઓ અને અનેક એવી વસ્તુઓ દટાયેલી અવસ્થામાં હતી જે ખોદકામ દરમિયાન બધી બહાર આવી હતી. ઇઝરાયેલમાં આ ખોદકામ દરમિયાન આ આખી હવેલી બહાર આવતા ત્યાંના પુરાતત્વ વિત પણ ચોકી ઉઠ્યા હતા.
આ વસ્તુઓ 8મી થી 9મી સદીની જાણવા મળ્યું હતું કે જ્યારે આઠમી થી નવમી સદીમાં ઈઝરાયેલમાં મુસ્લિમ લોકોની સત્તા હતી. ઇઝરાયેલના પુરાતત્વ વિભાગે રણ વિસ્તારમાં લગભગ 1200 વર્ષ પુરાણી આ સંપત્તિની ભાડ મેળવી છે. આ સંપત્તિ બહાર નીકળતા જ જુના જમાના ની એક ઝલક લોકોને જોવા મળી છે. લોકો પણ આ હવેલીને જોવા ઉમટી પડ્યા છે. અને જોઈને હેરાન રહી છે જાય છે. હવેલીને જોયા બાદ પુરાતત્વ વિભાગે મીડિયા સમક્ષ કહ્યું કે આ હવેલીમાં લોકોના રહેવા માટે સુંદર સજાવટ સાથે ઘર બનાવેલા નીકળી આવ્યા છે. જે થોડાક ખંડર હાલતમાં છે.
સાથે સાથે ઘરની સામે એક મોટું ફળિયું પણ મળી આવ્યું છે. જ્યાં ઘણા બધા લોકો રહેતા હોય તેવી સંભાવના જોવા મળી છે. ઘણી બધી જગ્યાઓ પર પથ્થરના ફર્સ્ટ જોવા મળે છે અને દીવાલો ઉપર સુંદર નકશી કામ કરેલું જોવા મળે છે. સાથો સાથ પુરાતત્વવિદોને અહીંથી માટીના વાસણો, જમવા માટેના વાસણો અને કાંસાના અનેક વાસણો મળી આવ્યા છે. સાથોસાથ આ હવેલી જે વિસ્તારમાં મળી આવી છે તે હવેલી રણવિસ્તાર છે એટલે કે રણ વિસ્તારમાં ક્યારેક ધૂળનો તોફાન ઉડતું હોય આ માટે ધૂળના તોફાનથી બચવા માટે લોકોએ ઘર એવી રીતે બનાવ્યું કે ઘરની અંદર એક તહેખાનું બનાવેલું છે.
જો કોઈ વાર ધૂળનું તોફાન ઉડે તો તે લોકો આરામથી તહેખાનામાં જઈ શકે. અને પોતાનો આશરો લઈ શકતા હોય છે. આ તહેખાનાને ખૂબ જ મજબૂતી સાથે બનાવવામાં આવેલા છે. કે જ્યાં ગરમીનો પણ અનુભવ થતો નથી અને વધુ ઠંડી પણ લાગતી નથી. એટલે કે બહારના વાતાવરણને અનુકૂળ થઈને આ તહેખાના બનાવવામાં આવેલા છે. પુરાતત્વ વિભાગ દ્વારા જાણવા મળ્યું કે તે જમાના લોકો ખૂબ જ સમૃદ્ધ રીતે જીવન જીવતા હશે. તે આ સાઇટ ઉપરથી આપણને ખ્યાલ આવી શકે છે. જાણવા મળ્યું કે તે જમાનાના લોકો ખૂબ જ પૈસાદાર અને અમીર વ્યક્તિઓ હતા કે જેની પાસે આવી અનેક પુરાણી ચીજ વસ્તુઓ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!