India

70 વર્ષના વૃદ્ધનાં પ્રેમમાં પડી 19 વર્ષની યુવતી અને કર્યા લગ્ન! કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી તેમની પ્રેમ કહાની, “પાર્કમાં…

Spread the love

કોઈપણ વ્યક્તિને આ દુનિયામાં કોઈ બીજા વ્યક્તિ સાથે ક્યારે અને કેવી રીતે પ્રેમ થઈ જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તેમજ પ્રેમમાઁ પડેલ વ્યક્તિને તેના પ્રેમ અને લાગણી સિવાઈ બીજા કોઈપણ બાબતની તે ધ્યાન પણ રાખતી નથી. તેવીજ રીતે હાલમાં એક તેવો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં એક 70 વર્ષનાં વૃદ્ધ અને 19 વર્ષની કન્યાએ કર્યા લગ્ન જાણો વિચિત્ર પ્રેમની અદભુત કહાની.

આ પ્રેમ કહાનીનોં કિસ્સો પાકિસ્તાન માતજી સામે આવી રહ્યો છે જ્યાં બન્યું એવુ કે સવાર સવારમાં મોર્નિંગ વોક પર ગયેલી 19 વર્ષની યુવતીને 70 વર્ષના એક વૃધ્ધ વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો અને તેણે તેને પોતાનો જીવનસાથી બનાવ્યા બાદ જ રાહતનો શ્વાસ લીધો. તમને વાત કરીએ તો વાસ્તવમાં આ કપલની ઉંમરમાં 50 વર્ષથી વધુનો તફાવત છે. જે ખુબજ વધારે કહી શકાય તેમની લવ સ્ટોરીનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. અને તે વિડિઓમાં બંનેએ આંખોના મલવાથી લઈને ‘ઈઝહાર-એ-મોહબ્બત’ અને પછી લગ્ન સુધીની વાત ખૂબ જ સંતોષ સાથે કહી છે.

આ સાથે તમને વાત કરીએ તો આજના દિવસે બંને ખુશી ખુશી લાહોરમાં રહે છે. આમ તે દરમિયાન, લિયાકત અને શમાઈલાએ તેમની પૂર્ણ થયેલી લવ સ્ટોરી વિશે શું કહ્યું ચાલો જણાવીએ. વાસ્તવમાં શમાઈલાને પૂછવામાં આવ્યું કે તમારા પતિની ઉંમર ઘણી વધારે છે, ત્યારે નવી વહુએ કહ્યું, ‘જુઓ, પ્રેમમાં ઉંમર જોવાતી નથી, માત્ર પ્રેમ થઈ જાય છે. આમાં જ્ઞાતિ, ઉંચ-નીચનો ફરક પડતો નથી, તેથી આવી સ્થિતિમાં મને પણ પ્રેમના આ વિલીનીકરણે જકડી લીધી.

આમ બીજી તરફ લિયાકતે પોતાની લવ સ્ટોરી જણાવતા પોતાના દિલની સ્થિતિ જણાવી અને કહ્યું કે, રોમેન્ટિક થવા માટે ઉંમરની કોઈ જરૂર નથી. દરેક ઉંમરનો પોતાનો અલગ રોમાંસ હોય છે. આગળની વાર્તા તમે જાતે જોઈ અને સાંભળી શકો છો. આમ આ સાથે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં 15 દિવસે કોઈને કોઈ લવ સ્ટોરી વાયરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પોલેન્ડની એક વૃદ્ધ મહિલાએ પાકિસ્તાનના ત્રીસ વર્ષના છોકરા સાથે લગ્ન કરવા માટે પોતાનો દેશ છોડી દીધો હતો. પછી આ વાર્તા વાયરલ થઈ કારણ કે સામાન્ય રીતે આવી વાર્તાઓમાં કન્યા નાની હોય છે અને વરની ઉંમર ઘણી મોટી હોય છે, જેમ કે આ પ્રેમ કથામાં થયું હતું. આમ અવાર નવાર આવા કિસ્સાઓ પાકિસ્તાન માંથી જોવા મળતા હોઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *