આપણે આજુબાજુમાં જોતા હોઈએ તેમ આપણે જ્યારે નાના હોઈએ ત્યારે આપણે સ્કૂલમાં અભ્યાસ કરતા હોઈએ ત્યારે આપણને થાય કે આપણે મોટા થઈને કાં તો એન્જિનિયર, કાતો ડોક્ટર અથવા તો એવા મોટા વ્યક્તિ બનીએ કે જેથી આપણા સમાજમાં મોટું નામ હોય અને અભ્યાસનું મહત્વ આપણા જીવનમાં ખૂબ જ વધારે પડતું હોય છે એટલે આપણે નાનપણથી જ મોટા મોટા સપના જવાબ લાગતા હોઈએ છીએ.
પરંતુ બનાસકાંઠા જિલ્લામાં માત્ર સાત ચોપડી અભ્યાસ કરેલા યુવાને એન્જિનિયર લોકોને પણ પાછા પાડી દે એવી એક અનોખી પહેલ કરે છે. આ યુવાન નાનો હતો ત્યારે પોતાના ચોપડામાં રહેલા કાગળ ફાડી ફાડીને પ્લેન ઉડાડતો હતો/ પરંતુ આ યુવાન નું નાનપણથી જ એક સપનું હતું કે એક દિવસ તેને તેની જાતે પ્લેન તૈયાર કરવું છે. આથી માત્ર સાત ચોપડી ભણેલા યુવાને આજે તેની જાતે એક પ્લેન તૈયાર કર્યું છે કે જે આકાશમાં પણ ઉડી શકે છે.
વાત કરીએ તો આ કહાની બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગામે રહેતા ચંદનસિંહ રાયમલજી દરબાર કે જેની ઉંમર માત્ર 24 વર્ષ છે. આ યુવક રાજસ્થાનમાં માત્ર સાત ચોપડી અભ્યાસ કરેલો છે અને તેને આજે આકાશમાં 100 મીટર ઊડી શકે તેવું એક પ્લેન તૈયાર કર્યું છે. આ માટે તેને સોશિયલ મીડિયા નો સહારો લીધો હતો અને જોઈ જોઈને પ્લેન તૈયાર કર્યું છે.
આ પ્લેન તૈયાર કરવા માટે દિલ્હી અને ભાવનગરના અલંગ ખાતેથી પ્લેન બનાવવા માટેની સામગ્રીઓ લાવ્યો હતો. જેમાં ખાસ કરીને હાર્ડ થરમોકોલ, મોટર, રીમોટ, બેટરી જેવી અનેક ચીજ વસ્તુઓ લઈ આવ્યો હોતો. બાદમાં તેને ૬ ફૂટ જેટલી લંબાઈ વાળો પ્લેન તૈયાર કર્યું કે જે આકાશમાં 100 મીટર સુધી ઉડી શકે છે અને આ પ્લેન પાંચ કિલો વજન ધરાવે છે અને તેની સાથે તે પાંચ કિલો વજનને લઈને પણ ઉડી શકે છે.
આ ઉપરાંત આ યુવાને આવી જ રીતે એક ડ્રોન પણ બનાવેલો છે. આ પ્લેન બનાવવા તેને લગભગ 1 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. યુવાનનું સપનું છે કે આગળ જતા તે માણસ બેસી શકે તેવું મોટું પ્લેન બનાવવું છે. આમ યુવાને પોતાના સાથે પોતાના પરિવાર અને ગામનું નામ પણ રોશન કરી દીધું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!